મહીસાગર મા ચાંદીપુરમ રોગ ની એન્ટ્રી.. લુણાવાડા તાલુકાના રાબડીયા ગામની ઘટના
શંકાસ્પદ ચાંદીપુરમ રોગથી એક બાળકીનું મોત..
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે ૬) બાળકોનો ભોગ લીધો)
સાબરકાંઠાના ૪, અરવલ્લી-૩, મહિસાગર-ખેડામાં ૧, રાજસ્થાનમ ૨, મધ્યપ્રદેશનો ૧ દર્દી સારવારમાં: (પૂણે સેમ્પલ મોકલાયા બાદ રિપોર્ટના જોવાતી રાહ]
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ૯ મહિનાથી ૧૪ વર્ષની ઉંમરના બાળકોમાં ચાંદીપુરા વાઈરસ દેખાયો છે. વરસાદી સિઝનમાં જોવા મળતાં આ રોગના રાજયમાં ૧૨ જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જે પૈકી ૬ દર્દી અત્યારે સારવાર લઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ૪, અરવલ્લી જિલ્લામાં ૩, મહિસાગર અને ખેડા જિલ્લામાં ૧-૧ શંકાસ્પદ કેસ જયારે રાજસ્થાનના બે દર્દીઓ અને મધ્ય પ્રદેશમાંથી એક દુર્દીને સારવાર અપાઈ છે. આ તમામ દર્દીના સેમ્પલ પૂણે ખાતેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાતાં ૧૨થી ૧૫ દિવસમાં રિપોર્ટ આવશે.ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસમાં અત્યાર સુધીમાં ૬ બાળકોનાં મોત થયાં છે. રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમવારે જણાવ્યું હતું કે, આ રોગ ચેપી નથી. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે સૂચના અપાઈ હતી. જેના પરિણામે અત્યાર સુધીમાં કુલ ४४८७ ઘરોમાં કુલ ૧૮૬૪૬ ૬ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરાયું છે. કરાયું છે. સેન્ડફલાય કંટ્રોલ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.