હિંમતનગરની હાથમતી નદી પર ભોલેશ્વર નો પુલ તૈયાર
હિંમતનગરની હાથમતી નદી પર હિંમતનગર થી ભોલેશ્વરને જોડતો ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. ત્યારે લોકાર્પણ પહેલાં જ ઓવરબ્રિજ શરૂ થયો છે. જોકે ચોમાસામાં તૈયાર થઈ જવાને લઈને શહેરીજનો નદીમાં થઈને જવું પડશે નહીં. તો હિંમતનગર તરફથી ભોલેશ્વર જવાના ઓવરબ્રિજના બંને તરફ ગંદકી છે જેને લોકાર્પણ પૂરતી નહીં પણ કાયમી સ્વચ્છતા રહે તે પ્રકારની કામગીરી કરવી જરૂરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વિધાનસભાની ચૂંટણી બાદ હિંમતનગરમાં પ્રથમ વિકાસનું કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ત્યારબાદ વિકાસકામો શરૂ થયા હતા. ત્યારે હાથમતી નદી પર હિંમતનગરથી ભોલેશ્વરને જોડતા અંદાજે 15 કરોડથી વધુના ઓવરબ્રિજની કામગીરી શરૂ થઈ હતી. હાલમાં 180 મીટર લાંબો અને બંને તરફ ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટ સાથે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે અને ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. ત્યારે હવે લોકાર્પણ પહેલા જ ઓવરબ્રિજ પર શહેરીજનો,સ્થાનિકોએ અવર જવર શરૂ કરી દીધી છે. ત્યારે શહેરીજનોની સવલતમાં વધારો કરતા ઓવરબ્રિજનું આગામી દિવસમાં વિધિવત લોકાર્પણ થશે. ત્યારે હિંમતનગર તરફથી ઓવરબ્રિજ પર જવાના બંને તરફ ગંદકી વધુ જોવા મળી રહી છે. તે સફાઇ કરવી જરૂરી લોકાર્પણ માટે સફાઈ નહીં પરંતુ શહેરીજનો પસાર થાય તે માટે સફાઈ કરવી જરૂરી છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.