મહોરમના તહેવારને અનુલક્ષીને પોલીસ કમિશનરે હુકમ દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો - At This Time

મહોરમના તહેવારને અનુલક્ષીને પોલીસ કમિશનરે હુકમ દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો


આજે તા.૧૬ને રાત્રે ૮ કલાકથી આવતીકાલે સવારે ૫ કલાક સુધી તથા તા.૧૭ ને બપોરે ૧૨ કલાકથી રાત્રીના ૧૨ કલાક સુધી હૂકમ અમલમા રહેશે

રાજકોટ તા. ૧૬ જુલાઈ - રાજકોટ શહેરમાં મહોરમના તહેવારને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનર દ્વારા એક હુકમ જાહેર કરી તા.૧૬ જુલાઈ તથા ૧૭ જુલાઇ સુધી શહેરમા પ્રતિબ્ંધિત તથા નો પાર્કિંગ વિસ્તારો જાહેર કરાયાછે.
શહેરમાં અલગ અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય તથા મહોરમના તહેવાર દરમિયાન ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો તાજીયા જોવા માટે તથા દર્શનાર્થે આવતા હોય છે. જેથી તાજીયાના રૂટ માં કોઈપણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય અને સરળતાથી તાજીયા પસાર થાય તે હેતુસર શહેર પોલીસ કમિશનર દ્વારા નીચે જણાવેલ રસ્તાઓ ઉપર પ્રવેશ બંધ અને તે સ્થળે નો પાર્કિંગ જાહેર કરવા હુકમ કર્યો છે.
બંધ તથા નો પાર્કિંગ રસ્તાઓ પૈકી સોરઠીયા વે બ્રિજથી જિલ્લા ગાર્ડન ચોક થી રામનાથ પરા રોડ થી રામનાથ પરા ગરબીચોકથી કોઠારીયા નાકા પોલીસ ચોકી સુધી, કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ થઈ ગુંદાવાડી પોલીસ ચોકી કેનાલ રોડ જિલ્લા ગાર્ડન ચોક સુધી, સોની બજાર રોડ કોઠારીયા પોલીસ ચોકીથી દરબારગઢ સુધી, ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી , ભુપેન્દ્ર રોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી ભુપેન્દ્ર રોડ કોર્નર સુધી, ચુનારાવાડ બેઠા પુલના ખૂણેથી રામનાથ પરા પોલીસ લાઈન ના જાપા સુધી તથા કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસબીઆઇ ચોક, જુબેલી ચોક, હરિહર ચોક, સદર ચોકી બજારથી ફુલછાબ ચોક સુધી પ્રવેશ બંધ તથા નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે. આમ ઉપર મુજબના રસ્તા તારીખ ૧૬ જુલાઈના સાંજના આઠ કલાકથી ૧૭ જુલાઈ ના સવાર પાંચ કલાક સુધી તથા તા. ૧૭ જુલાઇના બપોરે ૧૨ કલાકથી રાત્રીના ૧૨ કલાક સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે અને પાર્કિંગ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે તથા સદર બજારમાં જરૂરિયાત મુજબ વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.