રાજકોટ જિલ્લાના ૫૯૫ ગામોના વોટર હેડવર્કસ પંપ ઓપરેટરોને તાલીમ ૫૭૫ વોટર ફીલ્ડ ટેસ્ટ કીટ વિતરિત કરાઇ
રાજકોટ તા. ૧૬ જુલાઈ - ગુજરાત રાજ્યના પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મો દ્વારા ગામે-ગામ પૂરતા પાણીનું વિતરણ થાય તે માટે કાર્યરત હેડવર્કસ પર વોટર પંપ ઓપરેટરોને ખાસ તાલીમ આપવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના ૫૯૫ ગામોના ૬૨૫ ઓપરેટરોને ૧૭ બેચમાં પંપ ઓપરેટ કરવાના સાધનો, તેની કામગીરી વગેરે વિષે વિસ્તારપૂર્વકની પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી. તો, ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તપાસ માટે વાસ્મો દ્વારા હાલ સુધીમાં ૫૭૫ ફીલ્ડ ટેસ્ટ કીટ વિતરિત કરી પાણીમાં બેકટેરીયા- રસાયણો વગેરેની તપાસણી કરવા અંગે તમામ ઓપરેટરોને વિશેષ તાલીમ આપવામાં આવી છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.