વિકૃતિ અને વિચિત્રતાની હદ વટાવી:ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ ઝુઓલોજિસ્ટને 249 વર્ષની જેલ, 40 કૂતરા પર રેપ કર્યો, શોષણ માટે ખાસ 'ટોર્ચર રૂમ' બનાવ્યો - At This Time

વિકૃતિ અને વિચિત્રતાની હદ વટાવી:ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ ઝુઓલોજિસ્ટને 249 વર્ષની જેલ, 40 કૂતરા પર રેપ કર્યો, શોષણ માટે ખાસ ‘ટોર્ચર રૂમ’ બનાવ્યો


ઓસ્ટ્રેલિયામાં ઝુઓલોજિસ્ટ નિષ્ણાત એડમ બ્રિટનને શ્વાન પર બળાત્કાર અને મારી નાખવા બદલ 249 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 52 વર્ષનો એડમ મગરમચ્છનો નિષ્ણાત છે. ગયા વર્ષે તેણે પ્રાણી ક્રૂરતા સંબંધિત 60 આરોપ સ્વીકાર્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા એબીસીના રિપોર્ટ અનુસાર, એડમ બ્રિટિશ નાગરિક છે. તે ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં પોતાના ઘરે કૂતરાઓને ટોર્ચર કરતો હતો. બળાત્કાર કર્યા બાદ તે તેમની હત્યા કરતો હતો. આ ઉપરાંત તે આ બધું રેકોર્ડ પણ કરતો હતો. આદમે કૂતરાઓ પર બળાત્કાર કરવા માટે 'ટોર્ચર રૂમ' પણ બનાવ્યો હતો. એડમે ગુમટ્રી ઓસ્ટ્રેલિયા નામની વેબસાઈટ દ્વારા 42 શ્વાન ખરીદ્યાં હતાં. તેણે કહ્યું હતું કે તે આ કૂતરાઓને નવું ઘર આપશે. આ પછી તેણે આ કૂતરાઓને શિપિંગ કન્ટેનરમાં રાખ્યા. રિપોર્ટ અનુસાર, 2020થી 2022 વચ્ચે એડમે 39 કૂતરા પર બળાત્કાર કર્યો હતો. કૂતરાના શોષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો
તેણે બળાત્કારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સમય દરમિયાન તેણે 'મોન્સ્ટર' નામથી બનાવેલી પ્રોફાઇલનો ઉપયોગ કર્યો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. બ્રિટિશ મીડિયા મિરર અનુસાર, 2022માં એક વ્યક્તિએ એડમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે ડાર્વિનમાં તેના ઘરે દરોડા પાડ્યા, જ્યાં પ્રાણીઓના શોષણ સાથે જોડાયેલા ઘણા પુરાવા મળ્યા. પોલીસે એપ્રિલ 2022માં એડમની ધરપકડ કરી હતી. 11 જુલાઈએ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડમના વકીલે તેની માનસિક સ્થિતિને ટાંકીને ઓછી સજાની અપીલ કરી હતી. એડમ બ્રિટન પેરાફિલિયાથી પીડિત
મેડિકલ રિપોર્ટ રજૂ કરતી વખતે વકીલે કહ્યું હતું કે એડમને પેરાફિલિયા નામની બીમારી છે. આમાં પીડિત પરવાનગી વગર કોઈની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરે છે. પીડિતો મોટે ભાગે બાળકોને નિશાન બનાવે છે. વકીલના રિપોર્ટ અનુસાર, ધરપકડ બાદ એડમને 30 કલાકની માનસિક સારવાર પણ આપવામાં આવી હતી. આ પછી તે પોતાના ગુના બદલ પસ્તાવો કરી રહ્યો છે. ઝુઓલોજિસ્ટ એડમ પરિણીત છે અને તેની પત્ની એરિનને તેના ગુનાઓ વિશે કોઈ જાણકારી નહોતી. એડમ મગરમચ્છનો નિષ્ણાત, તેણે BBC-નેશનલ જિયોગ્રાફિક સાથે કામ કર્યું
બ્રિટનના વેસ્ટ યોર્કશાયરમાં જન્મેલા એડમ બ્રિટનને મગરના નિષ્ણાત તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. તેણે બીબીસી અને નેશનલ જિયોગ્રાફિક સાથે મળીને ઘણા પ્રોજેક્ટ પર કામ કર્યું છે. એડમ ડિસ્કવરી ચેનલ અને એનિમલ પ્લેનેટના કાર્યક્રમ 'એનિમલ ફેસ-ઓફ'માં પણ જોવા મળ્યો હતો. એડમે બ્રિટનની ક્વીન એલિઝાબેથ ગ્રામર સ્કૂલમાંથી ઝુઓલોજિસ્ટમાં ડિગ્રી લીધી. આ પછી તેણે લીડ્સ યુનિવર્સિટીમાંથી વધુ અભ્યાસ કર્યો. વર્ષ 1996માં એડમે પ્રાણીશાસ્ત્રમાં પીએચડી પણ કર્યું હતું. આ વર્ષે તે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો. આદમે વાઇલ્ડલાઇફ રેન્જર અને જીવવિજ્ઞાની એરિન સાથે લગ્ન કર્યા. તેમણે સાથે મળીને જંગલી મગરોને લગતી કન્સલ્ટન્સી કંપની પણ શરૂ કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.