ભગવાન ગણેશની મૂર્તિ સાથે કિમનો વિચિત્ર પોઝ:યુઝર્સે કહ્યું, 'ભારતીય સંસ્કૃતિનું અપમાન સહન નહીં કરીએ,' એક્ટ્રેસે ફોટો હટાવવો પડ્યો - At This Time

ભગવાન ગણેશની મૂર્તિ સાથે કિમનો વિચિત્ર પોઝ:યુઝર્સે કહ્યું, ‘ભારતીય સંસ્કૃતિનું અપમાન સહન નહીં કરીએ,’ એક્ટ્રેસે ફોટો હટાવવો પડ્યો


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ વેડિંગ સેરેમનીમાં દેશ જ નહીં પરંતુ અનેક વિદેશી સેલેબ્સે પણ ભાગ લીધો હતો. ઇન્ટરનેશનલ રિયાલિટી ટેલિવિઝન સ્ટાર કિમ કાર્દાશિયને તેની બહેન ક્લોઇ કાર્દાશિયન સાથે લગ્નમાં હાજરી આપી હતી. કિમ કાર્દશિયને​​​​​ તેના સોશિયલ મીડિયા પર લગ્નના ફંક્શનની તસવીરો શેર કરી છે, જેમાં ભગવાન ગણેશની મૂર્તિ સાથેની તસવીર પણ સામેલ છે. જ્યારે લોકોએ કિમ કાર્દશિયનને આ તસવીરને લઈને ટ્રોલ કરવાનું શરૂ કર્યું તો તેણે તે ફોટો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી હટાવવો પડ્યો. કિમ કાર્દશિયને મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો સફેદ અને ગોલ્ડ રંગનો લહેંગા અને ચોલી પહેરી હતી. તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે, તેણે તેને કેપ્શન આપ્યું - અંબાણીના લગ્ન માટે હીરા અને મોતી. નેટીઝન્સને તેનો લુક પસંદ આવ્યો, પરંતુ યુઝર્સને એક તસવીર પસંદ ન આવી જેમાં તે ભગવાન ગણેશની મૂર્તિ પર પોતાના ચહેરોને ટેકવ્યો હતો. આ તસવીર જોઈને એક યુઝરે લખ્યું- ભારતીય સંસ્કૃતિનું અપમાન સહન નહીં કરીએ. અન્ય એક યુઝરે લખ્યું છે - આ તદ્દન અયોગ્ય અને તેનાથી પણ વધુ અપમાનજનક છે જ્યારે તમે તે સંસ્કૃતિના નથી. એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે - 'કિમ ભગવાન ગણેશનો ઉપયોગ તેના બિનજરૂરી ફોટો ક્લિક કરાવવા માટે કરી રહી છે.' એક યુઝરે લખ્યું - તેણે અમેરિકાથી ભગવાન ગણેશની મૂર્તિ સાથે આ રીતે પોઝ આપ્યો છે. તે કદાચ તેનું મહત્ત્વ જાણતી નથી, પરંતુ તેણે કોઈને પૂછીને આ ફોટોશૂટ કરાવવું જોઈએ. સ્ટાર કિમ કાર્દશિયન તેની બહેન ક્લોઈ કાર્દશિયન સાથે 12-14 જુલાઈ વચ્ચે મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઉત્સવનો ભાગ હતી. સોમવારે તેણે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ઉજવણીની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાંથી એક ભગવાન ગણેશની મૂર્તિ સાથેની તસવીર હતી. જ્યારે કિમ કાર્દશિયનને તે તસવીરને લઈને ટ્રોલ કરવામાં આવી હતી, ત્યારે તેણે કોઈ ખુલાસો આપ્યા વિના ચુપચાપ તેની પોસ્ટ પરથી તસવીર હટાવી દીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.