30 ફોટા-વીડિયોમાં અનંત-રાધિકાનાં લગ્નની ઝલક:જ્હોન સીના-રજનીકાંતે ડાન્સ કર્યો, PMએ નવદંપતીને આપ્યા આશીર્વાદ; નીતાએ કહ્યું- ભૂલચૂક માફ કરજો - At This Time

30 ફોટા-વીડિયોમાં અનંત-રાધિકાનાં લગ્નની ઝલક:જ્હોન સીના-રજનીકાંતે ડાન્સ કર્યો, PMએ નવદંપતીને આપ્યા આશીર્વાદ; નીતાએ કહ્યું- ભૂલચૂક માફ કરજો


એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન થઈ ગયાં છે. મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસ સુધી ફંક્શન ચાલ્યાં. પ્રથમ દિવસે લગ્ન, બીજા દિવસે 'શુભ આશીર્વાદ' અને ત્રીજા દિવસે 'મંગલ ઉત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં દેશ-વિદેશની ઘણી જાણીતી હસ્તી આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને અનંત-રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. 30 ફોટા અને વીડિયો દ્વારા આ ત્રણ દિવસીય લગ્ન સમારોહની ઝલક જુઓ… 1. ફંક્શનની શરૂઆત અનંતના લગ્નના વરઘોડા સાથે થઈ.
લગ્નના કાર્યક્રમોની શરૂઆત વરરાજા અનંત અંબાણીના લગ્નના વરઘોડા સાથે થઈ હતી. 12મી જુલાઈના રોજ સાંજે 4:30 કલાકે આ જાન એન્ટિલિયાથી જીઓ વર્લ્ડ સેન્ટર માટે રવાના થઈ હતી. આ વરઘોડામાં WWE રેસલર જોન સીના, રજનીકાંત, સંજય દત્ત, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સહિત ઘણા સેલેબ્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નીતા અંબાણી સહિત અંબાણી પરિવારના સભ્યો પણ ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં. 2. લગ્નનો વરઘોડો જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચ્યો, ત્યારબાદ બધી વિધિઓ અહીં થઈ.
લગ્નનો વરઘોડો જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચ્યો ત્યાર બાદ લગ્નની વિધિઓ શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ વરમાળા વિધિ હતી. આ દરમિયાન અનંત અને રાધિકાના મિત્રોએ બંનેને ઉપાડી લીધા હતા. આ પછી લગ્નની વિધિ, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ કરવામાં આવી હતી. વિદાય પ્રસંગે રાધિકા ભાવુક થઈ ગઈ હતી ત્યારે સસરા મુકેશ અંબાણીની આંખો પણ ભીની થઇ ગઈ હતી. 3. લગ્નના પહેલા દિવસે ઘણા VVIP મહેમાનો પહોંચ્યા હતા.
પહેલા દિવસે લગ્નમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રણબીર-આલિયા, વિકી-કેટરિના, સલમાન ખાન, સંજય દત્ત, સિદ્ધાર્થ-કિઆરા, જાહન્વી કપૂર, અનન્યા પાંડે અને ક્રિતી સેનન સહિત લગભગ તમામ બોલિવૂડ સેલેબ્સ સામેલ થયાં હતાં. સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની સહિત ઘણી હસ્તીઓ પણ જોવા મળી હતી. નાઈજિરિયન રેપર રેમા, કિમ કાર્દાશિયન, WWE રેસલર જ્હોન સીના, ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સહિત ઘણા આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજર રહ્યા હતા. અનંતે પસંદગીના મિત્રોને રિટર્ન ગિફ્ટ તરીકે કરોડોની કિંમતની ઘડિયાળો આપી. ઓડેમર્સ પિગ્યુટ(Audemars Piguet) બ્રાન્ડની Royal Oak Perpetual Calendar Premier Watchની આ લિમિટેડ એડિશન ઘડિયાળ 18 કેરેટ સોનાની બનેલી છે, જેની કિંમત 2 લાખ ડોલર એટલે કે રૂ. 1.67 કરોડ છે. વરરાજાના મિત્રોની ટોળકી તેમની ઘડિયાળો ફ્લોન્ટ કરતા હતા જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 1. પહેલીવાર એન્ટિલિયા પહોંચેલી રાધિકાનું ભવ્ય સ્વાગત થયું
બીજા દિવસે, 13મી જુલાઈએ, રાધિકા અંબાણી પરિવારની વહુ તરીકે પ્રથમ વખત એન્ટિલિયા પહોંચી. અહીં તેનું સ્વાગત કરવા માટે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. શ્લોકા અંબાણીએ તિલક લગાવીને અનંત-રાધિકાનું સ્વાગત કર્યું હતું. ભાભી શ્લોકાએ રાધિકાને અને ભાઈ આકાશે અનંતને ગળે લગાડ્યો. 2. PM નરેન્દ્ર મોદી અનંત-રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા દિવસે યોજાયેલા 'શુભ આશીર્વાદ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેઓ લગ્નમાં 2 કલાક 40 મિનિટ રોકાયા હતા. ડિનર કર્યું અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના આશીર્વાદ પણ લીધા. 3. ઘણા સેલેબ્સ આવ્યાં, ગાયકોએ પર્ફોર્મ કર્યું
લગ્નના બીજા દિવસે પણ ઘણા સેલેબ્સ આવ્યાં હતાં. શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમ જેવા ગાયકોએ પણ પર્ફોર્મ કર્યું હતું. શુભ આશીર્વાદ કાર્યક્રમનું સમાપન સંગીતમય પ્રસ્તુતિ સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિતાર વાદક નિલાદ્રી કુમાર અને સંતુર વાદક રાહુલ શર્મા સહિત ઘણા શાસ્ત્રીય કલાકારોએ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. 1. નીતા રેડ કાર્પેટ પર આવી, મીડિયાને આમંત્રણ આપ્યું
ત્રીજા દિવસે 14મી જુલાઈએ નીતા અંબાણી રેડ કાર્પેટ પર આવી હતી. તમામ મીડિયા કર્મીઓને સંબોધતા તેમણે તેમને 15મી જુલાઈના રોજ યોજાનાર રિસેપ્શનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. નીતાએ કહ્યું- 'આ લગ્નનું ઘર છે, જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.' 2. રહેમાને આપ્યું પર્ફોર્મન્સ, ઘણા સેલેબ્સ પહોંચ્યા
આ પ્રસંગે રહેમાને સંગીતમય પર્ફોર્મન્સ આપ્યું હતું. તેની સાથે સુખવિંદર સિંહ, શ્રેયા ઘોષાલ, ઉદિત નારાયણ અને સોનુ નિગમે પણ પર્ફોર્મ કર્યું હતું. ત્રીજા દિવસે સની દેઓલ, બોબી દેઓલ, અર્જુન કપૂર, ગોવિંદા, અદિતિ રાવ હૈદરી, તમન્ના અને ભાગ્યશ્રી સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યાં હતાં. 3. સોમવારે અક્ષય પહોંચ્યો, અંબાણી પરિવારે સ્પીચ આપી
સોમવાર, 15 જુલાઈના રોજ અંબાણીએ તેમના તમામ કર્મચારીઓ અને મીડિયા કર્મચારીઓ માટે એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. આ પ્રસંગે અક્ષય કુમાર પણ પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પહોંચ્યો હતો. કોવિડ પોઝિટિવ હોવાના કારણે તે લગ્નમાં હાજર રહી શક્યો ન હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.