રાજકોટ શહેર વેજાગામના યુવાનની હત્યાના આરોપીઓની ધરપકડ. - At This Time

રાજકોટ શહેર વેજાગામના યુવાનની હત્યાના આરોપીઓની ધરપકડ.


રાજકોટ શહેર તા.૧૬/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના પડધરી નજીક ઢોકળિયા ગામની સીમમાંથી મળેલ વેજાગામના યુવાનની લાશનો ભેદ ઉકેલાયો હતો. એક પ્રેમ કહાનીનો કરૂણ અંજામ આવ્યો હતો. વેજાગામમાં રહેતાં જયદીપ મેરિયા નામના યુવાનને તેના સગા મામા-મામી અને મામાના પુત્રએ ધોકા-પાઈપથી માર-મારી મોતને ઘાટ ઉતારી દિધો હતો. બનાવ અંગે પડધરી પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી PSI જે.જી.ઝાલા અને ટીમે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ૪ આરોપીને દબોચી લીધા હતા. રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ પરશુરામ ચોકમાં રહેતાં મૂળ વેજાગામના વતની ખુશાલભાઈ હમીરભાઈ મેરિયા ઉ.૨૩ એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે પરિવારમાં ૩ ભાઈઓ છે, જેમા સૌથી મોટો જયદીપ બાદ રાહુલ અને સૌથી નાનો તે છે. ગઈ તા.૧૪/૭ ના બપોરના ત્રણેક વાગ્યે તેમનો ભાઈ જયદિપ તેમને તેમનો દુકાને મળેલ અને કહેલ કે, હુ ઘરે જાવ છુ, તેમ કહીં તે ઘરે ગયેલ બાદ સાંજના આઠેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવેલ ત્યારે જયદીપ ઘરે હતો નહી અને તે દરમ્યાન તેમના પિતા હમીરભાઈનો ફોન આવેલ અને જણાવેલ કે, જયદિપભાઇને મારી નાખેલ છે અને તે ઈશ્વરીયા ખંભાળા રોડ પર લીમડાના ઝાડ પાસે તેની લાશ પડેલ છે તેમ વાત કરતાં તેઓ પરિવારજનો સાથે ઘટના સ્થળે દોડી ગયેલ અને ત્યા જયદિપ એક લીમડાના ઝાડ નીચે જમીન પર પગ વાળેલ સ્થિતિમા મરણ ગયેલ હાલતમાં બેઠેલ જોવામાં આવેલ હતો. ૧૦ થી ૧૨ દિવસ પહેલા ની તેમના મામા પ્રવિણ પ્રેમજી મુછડીયા રહે.ઢોકળીયા ગામ,પડધરીએ તેમના પિતાને કહેલ કે, તેમનો દિકરો જયદિપ ઢોકળીયા ગામે આવવો‬‎ ના જોઈએ નહીંતર તેને પતાવી દેશુ, તેવું કહેલ અને અમે ઢોકળીયા ગામે તપાસ કરતા પ્રવિણ મુછડિયા તથા તેનો દિકરો રસીક મુછડીયા, તેનો નાનોભાઈ ગોવિંદ પ્રેમજી મુછડીયા અને ગોવિંદની પત્નિ કંચનબેન ચારેય ભાગી ગયેલ અને તેઓએ જ જયદિપને લાકડી તથા પાછપથી માર-મારી તેની હત્યા કર્યાની જાણવા તે મળેલ હતું. બનાવ અંગે જાણ થતાં પડધરી પોલીસ પોલીસ ઘટના સ્થળે મૃતકનો મોબાઈલ તેની લાશની બાજુમા તેમજ રોડ પર તેનુ બાઈક પડેલ હતુ. વધુમાં બનાવ અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે જયદીપને તેમના મામા ગોવિંદ પ્રેમજી મુંછડીયાની દિકરી સોનલ સાથે પ્રેમ સંબધ હોય જેનો ખાર રાખી મામા ગોવિદ મુંછડીયા, પ્રવિણ મુછડીયા, રસીક પ્રવિણ મુછડીયા અને કંચનબેન મુંછડીયાએ લાકડી તથા પાઈપ જેવા હથિયારોથી હુમલો કરી તેમના ભાઈનો હત્યા નિપજાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પડધરી પોલીસ મથકના PSI જે.જી.ઝાલા અને ટીમે આરોપી ગોવિંદ પ્રેમજી મૂછડીયા, પ્રવિણ પ્રેમજી મૂછડીયા, રસીક પ્રવિણ મૂછડીયા અને કંચન ગોવિંદ મૂછડીયાને ગણતરીની કલાકોમાં દબોચી પૂછતાછ હાથ ધરી હતી. PSI જે.જી.ઝાલા અને ટીમે દોડી જઈ તપાસ કરતાં યુવાનનું કાનના નીચેના ભાગે, પીઠના ભાગે, બને પગમાં ને ઘૂંટણે, બને હાથમાં માર મારવાના કારણે મોત થયું હતું.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.