બિહારમાં VIP સુપ્રીમો મુકેશ સાહનીના પિતાની હત્યા:ગામના મકાનમાંથી મૃતદેહ મળ્યો, તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ; ઘરમાં એકલા જ રહેતા હતા - At This Time

બિહારમાં VIP સુપ્રીમો મુકેશ સાહનીના પિતાની હત્યા:ગામના મકાનમાંથી મૃતદેહ મળ્યો, તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ; ઘરમાં એકલા જ રહેતા હતા


બિહારની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ના સુપ્રીમો મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની હત્યા કરવામાં આવી છે. મંગળવારે સવારે દરભંગામાં તેમના ઘરેથી તેમનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. ઘરવખરીનો સામાન સ્થળ પર વેરવિખેર પડ્યો હતો. ચોરીના વિરોધમાં આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે. હત્યાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. SIT એસપી દેહતના નેતૃત્વમાં તપાસ કરશે. આ ઘટના દરભંગા જિલ્લાના ઘનશ્યામપુર પોલીસ સ્ટેશનના જીરત ગામમાં બની હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.