વોઇસ મેસેજ કરી સસરાને ધમકાવ્યા બાદ ઘરે જઈ છરીની અણીએ મારી નાંખવાની ધમકી આપી
રાજકોટમાં જમાઈ વૃધ્ધ સસરાનો જીવ લેવા ઉતરી આવ્યો હોય તેવો બનાવ સામે આવ્યો હતો. કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોરે રહેતાં વૃધ્ધ પોતાની પુત્રી સાથે ઝઘડ્યા કરતાં જમાઈથી છુટકારો મેળવવા તેણીને ઘરે લઈ આવતાં જમાઈ વિફર્યો હતો અને પ્રથમ વોઇસ મેસેજ કરી સસરાને ધમકાવ્યા બાદ ઘરે જઈ છરીની અણીએ મારી નાંખવાની ધમકી આપતાં યુનિવર્સિટી અને તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોરે શેરી નં.3 માં રહેતાં બાવનજીભાઇ રામાભાઇ બગડા (ઉ.વ.61) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેમના જમાઈ દિનેશ ઉત્તમ ચૌહાણ (રહે.નાના મવા સર્કલ આવાસના ક્વાર્ટર)નું નામ આપતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પત્નિ સરિતાબેન અને સંતાનમા ત્રણ દિકરીઓ સાથે રહે છે. જેમા પુત્રી ભાવનાના દિનેશ ચૌહાણ સાથે લગ્ન થયેલ છે. તેમનો જમાઈ દિકરીને ઘણા સમયથી ખોટી શંકા કરતી હોય જેથી બંને વચ્ચે ઘરકંકાશ ચાલે છે. ગઇ તા.13/07/2024 ના રાત્રીના સાડા નવ આસપાસ તેમની દિકરી ભાવના તેમના ઘરે આવી ગયેલ અને કહેલ કે દિનેશ મારી સાથે શંકા કરવા બાબતે ઝઘડો કરતો હોવાથી હું ઘર મુકી આવી ગયેલ છુ.
તેમની બન્ને દિકરીઓ દિનેશ પાસે હોય જેથી તાલુકા પોલીસ મથકે આવી દિકરીને તેની બન્ને પુત્રીઓ લેવા માટે પોલીસ મદદ મેળવી તેના ઘરે જતા દિનેશ તેની બન્ને પુત્રીઓને લઈને ઘરેથી નિકળી ગયેલ હતો.બાદમાં તેઓ ઘરે પરત થતા હતા ત્યારે ફરિયાદીના મોબાઇલમા દિનેશનો ફોન આવેલ અને ગાળો આપી હતી. તેમજ રાત્રીના 11 વાગ્યે દિનેશના ફોનમાથી વોટસએપમા વોઇસનોટ આવેલ જેમાં તે બાવનજી રામા તારી દિકરીનુ ઘર તે બગાડેલ છે હુ તને જીવવા નહી દઊ અને કાલ સુધીમા તને જાનથી મારી નાંખીસ આ દિનેશ ચૌહાણનો આદેશ સમજજે અને બાદમા ગાળો આપી કહેલ કે, તુ જીંદગીમાથી ગયો બાવનજી રામાં તેવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. તેમની દિકરી ભાવનાએ અગાઉ જમાઇ વિરુધ્ધ ફરીયાદ કરેલ છે. તે દારૂ પીવાની ટેવ વાળો હોય અને અવાર નવાર દિકરી સાથે ઝઘડો કરતો હોય જેથી તેમના વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.