મતિરાળા ખાતે જિલ્લા કક્ષા ના સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન - At This Time

મતિરાળા ખાતે જિલ્લા કક્ષા ના સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન


મતિરાળા ખાતે જિલ્લા કક્ષા ના સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

અમરેલી જિલ્લા માં નવતર પહેલ ના ભાગ રૂપે જિલ્લા પંચાયત ની તમામ સીટ દીઠ સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું. જે અંતર્ગત મતિરાળા ખાતે જિલ્લા કક્ષાના સર્વરોગ નિદાન કેમ્પ માં સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારી પી બી પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલ્વી, મેલેરિયા અધિકારી ડો. એ. કે. સીંગ, અને અન્ય પદાધિકારીઓ ની ઉપસ્થિતિ માં દિપ પ્રાગટ્ય કરી કેમ્પ નું ઉદઘાટન કરેલ હતું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા લોકો ની આરોગ્ય સુખાકારી માટે સરકાર શ્રી દ્વારા ચાલતી વિવિધ યોજના ની માહિતી આપી, સ્વસ્થ સમાજ ની રચના માટે લોક ભાગીદારી વિશે આહવાન કર્યું હતું. તમામ પ્રકાર ના રોગો ની સ્થળ પર જ તપાસ, બહેનો માટે સ્તન કેન્સર ની તપાસ, બીપી ડાયાબિટીસ વગેરે રોગો ની તપાસ, લોહી ની લેબોરેટરી અને સારવાર આપવા માં આવી હતી. ઉપરાંત, સગર્ભા - ધાત્રીબહેનો ને પ્રોટીન પાવડર અને શક્તિવર્ધક પોષક આહાર ના પેકેટ આપવા માં આવ્યા હતા. સ્થળ પર જ આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અપડેટેશન, ઉંમર ના દાખલા કાઢવાની કામગીરી કરવા માં આવી હતી. મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે વાહક જન્ય રોગો નિવારવા પોરભક્ષક ગપ્પી ફિશ નું લાઈવ નિદર્શન કરેલ હતું. આયુર્વેદ દવા અને ઉકાળા નું વિતરણ કરવા માં આવ્યું હતું. આ કેમ્પ ના સફળ આયોજન માટે ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડો. સાગર પરવડિયા, ડો. હરિવદન પરમાર, ડો. રેખા સરતેજા, ધર્મેશભાઈ વાળા અને આરોગ્ય કેન્દ્ર ના તમામ આરોગ્ય કર્મીઓ અને આશા બહેનો એ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.