NYTના ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરી ટ્રમ્પ પર છોડાયેલી ગોળી..!:કહ્યું- ગોળીબાર વખતે ટ્રમ્પ પહેલાં ગુસ્સે થઈ ગયા હતા, પરંતુ બીજી જ ક્ષણે તેમના ચહેરાનો રંગ ઊડી ગયો હતો - At This Time

NYTના ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરી ટ્રમ્પ પર છોડાયેલી ગોળી..!:કહ્યું- ગોળીબાર વખતે ટ્રમ્પ પહેલાં ગુસ્સે થઈ ગયા હતા, પરંતુ બીજી જ ક્ષણે તેમના ચહેરાનો રંગ ઊડી ગયો હતો


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગઈકાલે હુમલો થયો હતો. ટ્રમ્પને રેલી દરમિયાન ગોળી વાગી હતી. નસીબની વાત એ હતી કે ગોળી ટ્રમ્પના કાનને સ્પર્શી નીકળી ગઈ હતી અને ટ્રમ્પનો જીવ બચી ગયો છે. જો કે ગોળીબાર કરનારને સ્થળ પર જ ઠાર કરી દેવાયો હતો. આ ઘટના એટલી ઝડપથી બની કે કોઈને કંઈ સમજવાની તક ના મળી. જોકે ન્યૂયોર્ક ટાઈમ્સના ફોટોગ્રાફર ડગ મિલ્સે આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી હતી. તો ચાલો તમને જણાવીએ કે આ ફોટોગ્રાફ લેનાર ડગ મિલ્સ કોણ છે.... જ્યારે ગોળી ટ્રમ્પ સુધી પહોંચી
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સિનિયર ફોટોગ્રાફર ડગ મિલ્સ દ્વારા લેવામાં આવેલી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં બુલેટ ટ્રમ્પની ખૂબ નજીકથી પસાર થયેલી જોઈ શકાય છે. ગોળી ટ્રમ્પના ગળાની ખૂબ નજીક છે. ડગે પણ આ મોમેન્ટનું વર્ણન કર્યું છે કારણ કે તે તેના સાક્ષી છે. ડગનું કહેવું છે કે ગોળીબાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ ગુસ્સે થયા હતા. ટ્રમ્પ તે સમયે મુઠ્ઠી બંધ કરી રહ્યા હતા પરંતુ બીજી જ ક્ષણે તેમના ચહેરાનો રંગ ઊડી ગયો અને તેમનો ચહેરો પીળો પડી ગયો અને તેમના ચહેરાની સાઇડમાં લોહી જોવા મળ્યું હતું. CNN સાથે વાત કરતા સમયે ડગ મિલ્સે કહ્યું, મને બુલેટનો અવાજ આવ્યો એની જાણકારી હતી નહીં કેમ કે મેં પહેલાં આ પ્રકારનો અવાજ ક્યારેય સાંભળ્યો જ નથી પરંતુ જ્યારે આસપાસના લોકો નીચે થાવ....નીચે થાવ બોલી રહ્યા હતા ત્યારે મને અહેસાસ થયો કે ગોળીબાર થઈ રહ્યો છે. તે પછી મારું પહેલું રિએક્શન એ જ હતું કે હું સ્ટેજની નજીક જઈને તસવીર લઉ. જ્યાં ટ્રમ્પે મુઠ્ઠીવાળી હતી અને સિક્રેટ સર્વિસ તેમને સ્ટેજ પરથી લઇ જઈ રહ્યા હતા. જ્યારે ડગને પૂછવામાં આવ્યું કે શું તેઓ જાણતા હતા કે તેમણે આ તસવીરને કેપ્ચર કરી છે. ત્યારે ડગે કહ્યું- મેં સૌથી પહેલા ગોળી વાગી તે પછીની તસવીર જ મોકલી હતી અને મને તેનો કોઈ અંદોજો હતો નહીં પરંતુ પછી મને આ અંગે જાણકારી મળી. ફોટોગ્રાફર ડગ મિલ્સ કોણ છે? FBI તપાસમાં વ્યસ્ત
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ટૂંક સમયમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને પડકારવા માટે ચૂંટણી મેદાનમાં છે. આ સંદર્ભમાં, ટ્રમ્પ રવિવારે પેન્સિલ્વેનિયામાં રેલી કરી રહ્યા હતા. ત્યારબાદ એક શૂટરે ટ્રમ્પને નિશાન બનાવ્યા હતા. જોકે, શૂટર પોતાનું લક્ષ્ય ચૂકી ગયો અને ત્યાં જ તેનું મોત થયું. શૂટરે ટ્રમ્પ પર શા માટે ફાયરિંગ કર્યું? આ વાત હજુ સુધી બહાર આવી નથી. FBI આ મામલાની તપાસ કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.