‘અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ…’:ટ્વીટથી મુંબઈ પોલીસ ચોંકી ગઈ, X પાસેથી માગશે યૂઝરની વિગત
એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન દરમિયાન બોમ્બની ધમકી આપવાના કેસની તપાસ શરૂ છે. મુંબઈ પોલીસની સાયબર વિંગ આ મામલાની તપાસમાં લાગેલી છે વાત એમ છે કે, એક સોશિયલ મીડિયા X યૂઝરે મુંબઈ પોલીસને એક પોસ્ટ વિશે માહિતી આપી હતી. આ પોસ્ટ FFSFIR નામના એક X યૂઝરે કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે- 'મારા મનમાં એક ખરાબ વિચાર આવ્યો છે કે અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ થાય તો અડધી દુનિયામાં ઊથલપાથલ મચી જશે અને ખર્વો રૂપિયા સ્વાહા થઈ જશે' જો કે પછી થી આ પોસ્ટ ડિલિટ પણ કરી દેવામાં આવી હતી. આ પોસ્ટ ધ્યાનમાં લીધા બાદ મુંબઈ પોલીસે લગ્નસ્થળ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. પોલીસ ચોકી અને પોસ્ટ પર અધિકારીઓની હાજરી વધારી દીધી છે અને સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. જો કે, બોમ્બની આ ધમકી હાલ તો માત્ર ભ્રમિત કરનારી પ્રવૃત્તિ લાગી રહી છે છતાં પણ પોલીસ સુરક્ષાના વધારાના પગલાં લીધા છે મુંબઈ પોલીસની સાયબર ટીમે આ એકાઉન્ટથી પોસ્ટ કરનારા x યૂઝરની વિગત મેળવવાની કવાયત હાથ ધરી છે. આ બાબતે x પાસેથી પણ વિગતો માગી છે. જો કે, આ કિસ્સામાં રવિવાર સાંજ સુધી કોઈ કેસ નોધવામાં આવ્યો ન હતો. પરંતુ x યૂઝરને શોધવા માટે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.