ચોમાસાને મહિનો થયો છતાં વરસાદની રાહ જોતું રાજકોટ - At This Time

ચોમાસાને મહિનો થયો છતાં વરસાદની રાહ જોતું રાજકોટ


ચોમાસું બેસી ગયાને એક મહિનો વિત્યા બાદ પણ રાજકોટ શહેર તેમજ જસદણ, વીંછિયા, લોધિકા, પડધરી, ગોંડલ સહિતના તાલુકાઓ વરસાદની રાહ જોઈને બેઠા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16મીએ હળવા ઝાપટાં જ્યારે 18મીથી ભારે વરસાદની શક્યતા છે. જોકે હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી અત્યાર સુધીમાં 3 વખત કરી ચૂક્યું છે પણ તે મુજબ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી. શહેરમાં હજુ સુધી 8 ઇંચ વરસાદ કટકે કટકે પડ્યો છે. ખાસ કરી જસદણ-વીંછિયા કોરા છે. આ કારણે ખેતી પર તો અસર પડી જ રહી છે, સાથે સાથે પીવાના પાણી સ્રોત પર જોખમ ઊભું થયું છે. રાજકોટને સૌની યોજના દ્વારા મળશે પણ અંતરિયાળ ગામમાં પશુ માટે સમસ્યા થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.