PI-જમાદારને સંડોવતા કેસમાં ACPની ઢીલી તપાસ
કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ અને જમાદારની ગુનાહિત બેદરકારી
શહેરની ભાગોળે નવાગામમાં આવેલા ગોડાઉનમાં 17 વર્ષના સગીરને મોબાઇલનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બે મહિના સુધી છુપાવી રાખનાર કુવાડવા પીઆઇ રાઠોડે ફરિયાદ પણ જૂઠાણું ચલાવ્યું હતું. પીઆઇ રાઠોડ અને જમાદાર નિમાવત સામે આકરા પગલાં તોળાઇ રહ્યા છે.
શહેરના સંત કબીર રોડ પરના ગોકુલનગરમાં રહેતા હર્ષિલ કમલેશભાઇ ગોરી (ઉ.વ.17)ને 1 મેની રાત્રીના નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉને હતો અને ત્યાંથી તેને ગોડાઉનના સાથી કર્મચારીઓ રાત્રીના સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાણી પીતી વખતે હાર્ટએટેક આવી જવાથી હર્ષિલનું મૃત્યુ થયાનું તેને હોસ્પિટલે લઇ જનારાઓએ રટણ રટ્યું હતું અને કુવાડવા પોલીસની ટીમે પણ તત્કાલીન સમયે તે વાત માની લીધી હતી.
તા.2ના કુવાડવાના અેએસઅાઇ કેતન ચાવડા ગોડાઉને પહોંચ્યા હતા અને ત્યાંથી 3 કલાકનું સીસીટીવી ફૂટેજ કબજે કર્યું હતું. ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે, ગોડાઉનના કર્મચારી સુશિલ ઉર્ફે સૂતલા આહીરે સગીર હર્ષિલને મોબાઇલ મારતા તેનું મૃત્યુ થયું હતું. ઘટના હત્યાની હોવા અંગેની એએસઆઇ ચાવડાએ પીઆઇ રાઠોડ અને જમાદાર અજય નિમાવતને જાણ કરી હતી, પરંતુ કોઇ ચોક્કસ કારણોસર બંનેએ હત્યાની ઘટનાને બે મહિના સુધી દબાવી રાખી હતી અને સગીરનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું ગાણું ગાયા કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.