બાલાસિનોર તાલુકાના રૈયોલી થી જેઠોલી જોડતો એક કી.મી અધૂરો માર્ગ વાહન ચાલકો પરેશાન - At This Time

બાલાસિનોર તાલુકાના રૈયોલી થી જેઠોલી જોડતો એક કી.મી અધૂરો માર્ગ વાહન ચાલકો પરેશાન


બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામથી જેઠોલી તરફ જતો એક કિલો મીટર જેટલો રસ્તો ખખડધજ સ્થિતિએ પોહચતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના રૈયોલી થી જેઠોલી ને જોડતો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે બાલાસિનોરથી રૈયોલી ગામને જોડતો આ માર્ગ લાખો રૂપિયાના ખર્ચે બન્યો છે ત્યારે આ માર્ગ બાલાસિનોરથી જેઠોલી સુધી બનવાનો હોવાની સ્થાનિકોએ જણાવ્યું હતું આ માર્ગ રૈયોલી સુધી બન્યા બાદ જેઠોલી તરફ માર્ગ બનાવવા સામગ્રી પણ નાખવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર માર્ગ બનાવવા નાખવામાં આવેલું સામગ્રી ઉઠાવી લેવામાં આવ્યું હતું જે બાદ આ માર્ગ ના બનતા આજ દિન સુધી જેઠોલી ગ્રામજનો માર્ગ બનશે તેવી રાહ જોઈ રહ્યા છે ત્યારે આ એક કિ.મી માર્ગ વાહન ચાલકોને પસાર કરવી એટલે પોતાની કમર તોડી નાખે તેવા ખાડાઓમાંથી પસાર થવું પડે છે ત્યારે તંત્ર દ્વારા આ માર્ગ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા રીપેરીંગ કે નવીન બનાવવા આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આ બાબતે અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી ના પેટ નું પાણી પણ હલતું નથી


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.