પૂજા ખેડકરની ઓડી જપ્ત:ટ્રેઇની IAS અધિકારી લાલબત્તીની ગાડીમાં ફરતી હતી; માતાને નોટિસ, લાયસન્સવાળી પિસ્તોલથી ખેડૂતોને ધમકી આપી હતી
મહારાષ્ટ્રની પૂણે પોલીસે રવિવારે (14 જુલાઈ) ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની ઓડી કાર જપ્ત કરી હતી. પુણેમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેની પોસ્ટિંગ દરમિયાન તેની લક્ઝરી કાર પર ગેરકાયદેસર લાલબત્તી લગાવીને લગાવીને ફરવાથી પૂજા વિવાદમાં આવી હતી. તેના દબંગ વલણ અને મનસ્વીતા વિશે પણ ઘણી ચર્ચા છે. ઓડી કાર ખાનગી એન્જિનિયરિંગ કંપનીના નામે રજીસ્ટર્ડ છે. પુણે આરટીઓએ ગુરુવારે (11 જુલાઈ) MH-12/AR-7000 નંબરવાળી આ ઓડીની માલિક એન્જિનિયરિંગ કંપનીને નોટિસ પાઠવી હતી. નોટિસમાં કંપનીને દસ્તાવેજ વેરિફિકેશન માટે વાહન રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પુણે પોલીસે જણાવ્યું કે ખેડકર પરિવારના ડ્રાઈવરે કારને પુણેના ચતુરશરંગી પોલીસ સ્ટેશનના ટ્રાફિક વિભાગમાં જમા કરાવી છે. કાર પરની લાઇટ અને મહારાષ્ટ્ર પ્રશાસનનું સ્ટીકર હટાવી દેવામાં આવ્યું છે. પોલીસ કારના દસ્તાવેજો ચકાસી રહી છે. હાલ કાર પર જામર લગાવવામાં આવ્યા છે અને તેની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. પિસ્તોલ લહેરાવતા વીડિયો અંગે પૂજાની માતાને નોટિસ
બીજી તરફ, પોલીસે લાયસન્સવાળી પિસ્તોલના દુરુપયોગ બદલ પૂજાની માતા મનોરમા ખેડકરને 13 જૂને કારણ બતાવો નોટિસ જારી કરી છે. નોટિસમાં મનોરમાને પૂછવામાં આવ્યું છે કે તેનું પિસ્તોલનું લાઇસન્સ કેમ રદ ન કરવું જોઈએ. તેમની પાસેથી 10 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. વાસ્તવમાં મનોરમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી રહી છે. શનિવારે (13 જુલાઈ) સવારે પૂજાની માતા મનોરમા અને પિતા દિલીપ સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. દિલીપ મહારાષ્ટ્ર સરકારના નિવૃત્ત અધિકારી છે. પોલીસે કહ્યું કે આઈપીસીની કલમ 323, 504, 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમજ આર્મ્સ એક્ટના આરોપોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વીડિયો ગયા વર્ષે 5 જૂને પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં શૂટ કરવામાં આવ્યો હતો, જ્યાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.