જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું...... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું……


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું......
આજરોજ જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ અને નવી હોસ્પિટલ ખાતે જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ગાયનેક વિભાગ માં 90 માતાઓને પૌષ્ટિક શીરાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આઈસીસીયુ માં દર્દીઓને ફળોનો વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આરએમઓ ડો.વિપુલ જાની, ગાયનેક વિભાગના હેડ ડો. શિલ્પાબેન, ડો. પારૂલબેન નાયક તથા અન્ય સ્ટાફ મિત્રોએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો. ડોક્ટર દ્વારા મહિલાઓને સ્તનપાન જાગૃતિ વિશે માહિતી આપવામાં આવી. સહિયર બહેનો દ્વારા નાના બાળકોને કપડા અને મોજા આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી સોનલબેન મહેતા, ઉપપ્રમુખ રાજેશ્રીબા રહેવર, કામીનીબેન સુતરીયા, ખજાનચી રિદ્ધિબેન આચાર્ય તથા કારોબારી સભ્યો રેખાબેન, ઇન્દિરાબેન, ઈલાબેન, મંજુલાબેન, રોશનીબેન, બીનાબેન, સજજનબેન, દક્ષાબેન, ફાલ્ગુનીબેન તથા અન્ય બહેનો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.