ચોપાટીને 400 વૃક્ષો દ્વારા હરિયાળી બનાવવા અભિયાનનો રવિવારે થશે શુભારંભ - At This Time

ચોપાટીને 400 વૃક્ષો દ્વારા હરિયાળી બનાવવા અભિયાનનો રવિવારે થશે શુભારંભ


મિશન 10,000 પ્લસ ટ્રી અંતર્ગત યોજાનાર વૃક્ષારોપણ કાર્યક્રમમાં અનેક મુખ્ય દાતાઓ રહેશે ઉપસ્થિત: ચોપાટીની હોટલ પાસે થી થશે શુભ શરૂઆત: ચોપાટીની આજુબાજુમાં પણ 100 વૃક્ષોનું થશે વાવેતર

પોરબંદર

પોરબંદરને દસ હજાર વૃક્ષો દ્વારા હરિયાળું બનાવવાના અભિયાન ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ચોપાટીને લીલીછમ બનાવવા માટે 400 જેટલા વૃક્ષો ચોપાટી ઉપર અને 100 જેટલા વૃક્ષો તેની આજુબાજુમાં વાવવાના અભિયાનનો રવિવારે સાંજે શુભારંભ થશે.

પોરબંદરમાં મિશન 10,000 પ્લસ ટ્રી અભિયાનના પ્રણેતા એવા પોરબંદર તાલુકા રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનીયર કલબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને સમગ્ર આયોજનના કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમારે જણાવ્યું છે કે પોરબંદરમાં મિશન ટેન થાઉઝન્ડ પ્લસ ટ્રી નું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે રવિવારે સાંજે 5:30 કલાકે ચોપાટી ની લોર્ડ્ઝ હોટલ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે જેમાં આ અભિયાનમાં સાથ આપનારા મુખ્ય દાતાશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે પણ વૃક્ષારોપણ કરાવવામાં આવશે.
ચોપાટી પર 400 જેટલા વૃક્ષો વાવવામાં આવશે તે ઉપરાંત એટલા વૃક્ષો ચોપાટીની આજુબાજુના બહારના વિસ્તારમાં વાવવામાં આવશે તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડિયા એ વધુમાં જણાવ્યું હતું કે વધુને વધુ લોકો પર્યાવરણીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી અપીલ છે.
પોરબંદર શહેરના પર્યાવરણ પ્રેમી પોરબંદરવાસીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા પાયોનીયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને કોઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર એ નિમંત્રણ પાઠવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.