સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ સામે લેન્ડગ્રેબીંગ અરજી દાખલ - At This Time

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ સામે લેન્ડગ્રેબીંગ અરજી દાખલ


સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત પ્રમુખ સહિત ચાર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબ રજૂઆત.

(મૂળી તાલુકાના સરલા ગામે સરકારી જમીન પર કરેલ દબાણ બાબતે લેન્ડ ગ્રેબીંગની અરજી)

સુરેન્દ્રનગર: એક તરફ રાજ્ય સરકાર સરકારી અને ગૌચર જમીન પરનું દબાણ હટાવવા માટે તંત્રને કડક સૂચનાઓ આપી તાત્કાલિક અમલવારી કરવા નિર્દેશો કરી રહી છે ત્યારે બીજી તરફ રાજકીય આખલાઓ જ સરકારી અને ગૌચર જમીન પર દબાણ કરી બેઠા હોવાથી ક્યાં પ્રકારની નીતિ ચાલી રહી હોવા અંગે સવાલ પણ ઉદભવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં મોટા ભાગે સરકારી જમીનો પર થયેલ દબાણના કિસ્સામાં મૂળ રાજકીય નેતા સુધી પહોચતું હોવાનું અનેક વાર પ્રકાશમાં આવ્યું છે જેને લઈ ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખે જ મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાથી સરકારના લેન્ડ ગ્રેબીંગ કાયદા મુજબ અરજી થતાં હડકંપ મચી જવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલાં સરલા ગ્રામપંચાયતની હદમાં સર્વે નંબર ૧૦૪ વાળી જમીન પર ગેરકાયદે પાક્કું બાંધકામ કરાયું હોવાનું અને આ બાંધકામ કરનાર જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલનું નામ સામે આવ્યું છે. અરજદાર જનકભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયત વર્તમાન પ્રમુખ સહિત ચાર લોકો વિરૂદ્ધ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરવા સામે જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિગ મુજબની રજૂઆત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જનકભાઈ પટેલ દ્વારા મૂળી મામલતદારને આ મામલે લેખિત ફરિયાદ કરી હતી જે અંગે મામલતદાર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખને સરકારી જમીન પર કરેલ દબાણ ખાલી કરવાનો હુકમ પણ કર્યો હતો પરંતુ જિલ્લા પંચાયત ના પ્રમુખ હોવાથી રાજકારણના નશામાં મદમસ્ત હરિકૃષ્ણભાઈ પટેલ મામલતદારના હુકમને પણ ઠેબે ઉલાડીયો છે. પરંતુ હવે અરજદાર જનકભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ બચુભાઈ પટેલ, બચુભાઈ રામજીભાઈ પટેલ, મહેશભાઈ ચતુરભાઈ પટેલ અને ચતુરભાઈ રામજીભાઈ પટેલ વિરૂદ્ધ જિલ્લા કલેકટરને લેન્ડ ગેબિંગ મુજબ લેખિત રજૂઆત કરતી અરજી કરતા સરકારી જમીન પર કરેલ દબાણ મામલે હવે નવજુનીના એંધાણ વર્તાય રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ ના પિતા બચુભાઈ રામજીભાઈ પટેલ પણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ રહી ચુકયા છે અને તેઓ ની સામે સરલા જુથ સેવા સહકારી મંડળી માં ૧.૧૦ કરોડ ખેડૂતો ના ઉચાપત બાબતે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે ત્યારે આ ભ્રષ્ટાચારી પિતા પુત્ર ઉપર તંત્ર શુ કાર્યવાહી કરે છે તે જોવાનુ રહ્યું મુળી મામલતદાર દ્વારા આ દબાણ દૂર કરવા માટે તા.૯-૫-૨૦૨૩ ના હુકમ કરવા છતાં પંદર મહિના જેવો સમય થવા છતાં આ દબાણ દુર ન કરતા અનેક સવાલો તંત્ર ઉપર ઉભા થયા છે


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.