સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાદીપુરમ વાઈરસ ચાર બાળક ના મોત. - At This Time

સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાદીપુરમ વાઈરસ ચાર બાળક ના મોત.


સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકના મોત...

ચાદીપુરમ વાયરસ હોવાની આશંકા ...
તમામ ના સેમ્પલ પુના મોકલાયા છે....
એકસાથે ચાર મોત થતાં જિલ્લા ભર માં હડકંપ....
સાબરકાંઠા જિલ્લા ના ખેડબ્રહ્માના દિગથલી ગામના 5 વર્ષના એક બાળકનું મોત.
અરવલ્લી જિલ્લાના મોટા કંથારિયા ગામના બે બાળકોના મોત.
રાજસ્થાન થી સારવાર માટે લવાયેલ એક બાળક નું મોત...
હાલમાં એક બાળક સારવાર હેઠળ તેમજ એક સ્વસ્થ...
અચાનક બાળકોના મોતથી જિલ્લાભરમાં હડકંપ.
તંત્ર લાગ્યું કામે.
3 કલાક મહેનત કરે ત્યારે ચાંદીપુરમનો વાઈરસ ફેલાવતી માખી પકડાય છે

5 વર્ષ પેહલા



આરોગ્ય વિભાગે ભારે જહેમતથી માખીઓ પકડી

વડોદરાઃ સેન્ડફ્લાય કરડવાથી ચાંદીપુરમ વાઇરસથી દાહોદ જિલ્લામાં બે અને ભાયલીમાં એકનું મોત થયા બાદ મંગળવારે સવારે 10 વાગ્યાથી જિ. આરોગ્ય વિભાગના વડા ડો. ઉદય તિલાવટના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરીને 27 સેન્ડફ્લાય પકડી હતી, જેને તાબડતોબ પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં મોકલવામાં આવી હતી. 

મંગળવારે 27 સેન્ડફ્લાય પકડી, વિશેષ ડબીમાં ભરીને ટ્રેનમાં પૂણે મોકલાઇ 

જ્યાંથી સેન્ડફ્લાય મળવાની શક્યતા હોય ત્યાં તેને જોવામાં આવે છે. તિરાડોમાં પાઇપ વડે ટોર્ચ મારીને અંદરના પોલાણને જોવાનો પ્રયાસ કરાય છે. જો માખ જોવાય તો પાઇપમાં મોં લગાવીને હવા અંદર ખેંચીને માખ લઇ લેવામાં આવે છે. 

એકવાર માખ પકડાઇ જાય ત્યારબાદ તેને એક કોથળીમાં ભેગી કરવામાં આવે છે. માખી મરી ન જાય તે માટેની પૂરતી કાળજી લેવામાં આવે છે.  આ દરમિયાન ટીમના સભ્યો દ્વારા હેન્ડગ્લોવ્ઝ અને મોઢે માસ્ક પણ પહેરવામાં આવે છે. 

સેન્ડફ્લાય ખૂબ નાની હોવાથી તેની તપાસ મકાનમાં જ નહીં બહારની ભાગે અને મકાનથી ચાર ફૂ ટ દૂર સુધી કરાય છે. કહેવા પૂરતું માખ પકડવાનું પણ આ કામગીરી ખૂબ જ જહેમત માગી લે તેવી હોય છે. 

માખીને પકડ્યા પછી શું કરાય છે?
સેન્ડફ્લાય પકડ્યા બાદ તેને પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં મોકલવામાં આવે છે. આ માખીઓને વિશેષ વાતાવરણમાં ક્રશ કરીને વિશેષ હાઇ ફ્રિકવન્સીવાળા માઇક્રોસ્કોપમાં ચાંદીપુરમ વાઇરસની હાજરી છે કે નહીં તે જોવામાં આવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.