પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગોઢાણીયા કોલેજમાં “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” યોજાયો - At This Time

પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગોઢાણીયા કોલેજમાં “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” યોજાયો


પાસપોર્ટ ઇસ્યુ થવા માટેની પ્રક્રિયા, નિયમો, દસ્તાવેજો, વિઝા, વિદેશમાં અભ્યાસ, રોજગારીની તકો, લોન, સરકારી યોજનાઓ, વિદેશ ગમન માટે, ફ્રોડ તથા અન્ય વિદેશ રોજગારને લગતા મુદ્દે માર્ગદર્શન અપાયું

પોરબંદર, તા. ૧૨ પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે શ્રી ગોઢાણીયા એન્જીનિયરિંગ કોલેજ તથા શ્રી ગોઢાણીયા બી.બી.એ કોલેજ ખાતે “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” યોજાયો હતો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા શ્રી ગોઢાણીયા એન્જીનિયરિંગ કોલેજ તથા શ્રી ગોઢાણીયા બી.બી.એ કોલેજ ખાતે “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” યોજી વિદ્યાર્થી ઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર તથા વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ સેમિનારનું આયોજન થયું હતું. સેમિનારની શરૂઆત મહેમાનના સ્વાગતથી કરવામાં આવી હતી. સેમિનારમાં વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્રના ઓવરસીઝ કાઉન્સેલર હાર્દિક મહેતા દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને વિદેશ રોજગાર અને અભ્યાસ વિષે માર્ગદર્શન અપાયું હતું.

આ સેમિનારમાં પાસપોર્ટ ઇસ્યુ થવા માટેની પ્રક્રિયા, નિયમો, દસ્તાવેજો, વિઝા, વિદેશમાં અભ્યાસ/રોજગારીની તકો, લોન, સરકારી યોજનાઓ, વિદેશ ગમન માટે, ફ્રોડ તથા અન્ય વિદેશ રોજગારને લગતા મુદ્દાઓ વિષે ઊંડાણપૂર્વક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદેશ રોજગારલક્ષી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને વિદેશ રોજગારલક્ષી પ્રશ્નોનું સામાધાન આપવામાં આવ્યું હતું. રોજગાર અધિકારીશ્રી ડી. એ. પરમારના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન થયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.