સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ.
વિકાસના કામો ઝડપી પૂર્ણ થાય તે માટે દરેક તાલુકામાં રિવ્યુ બેઠક યોજી કામોની ગુણવત્તા પણ ચકાસાશે.
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી, સભાખંડ ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રભારી મંત્રીએ તમામ વિકાસના કામો સમયસર અને ગુણવત્તા સભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં પ્રભારી મંત્રીએ વિકેન્દ્રિત જિલ્લા કાર્યક્રમ હેઠળના વિકાસકામો અંગે આયોજન અધીકારી પાસેથી માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા વધુમાં તેમણે વર્ષ ૨૦૨૩-૨૪ હેઠળ મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ લોકોને મળી શકે તેમ કહ્યું હતું આ ઉપરાંત રાજ્યમાં આગામી સમયમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાનાર વન મહોત્સવમાં તમામ નાગરિકોને સહભાગી બની વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લઇ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જિલ્લાને હરિયાળો બનાવવા જણાવ્યું હતું બાકી કામો તેમજ પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્વરે પૂર્ણ કરવા માટે પ્રભારી મંત્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતાં વધુમાં ઉમેર્યું હતું કે દરેક તાલુકામાં યોજાનાર સંકલન બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળના કામોનું રિવ્યુ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે આથી કામોની ઝડપ વધશે અને કોઈ પ્રશ્ન હોય તો તેનો ત્વરિત ઉકેલ પણ આવશે જે સંદર્ભે કલેકટરએ દરેક પ્રાંત અધિકારીઓને તાલુકામાં રિવ્યુ મીટિંગ કરવા સૂચન કર્યુ હતું આ ઊપરાંત જિલ્લા કલેકટર કે.સી.સંપટે આયોજન મંડળની બેઠકની સમગ્ર રૂપરેખા આપી હતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક બાદ પ્રભારી મંત્રીએ ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં મંજૂર થયેલા કામો શરૂ ન થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામો અંગે અમલીકરણ અધિકારીઓ સાથે રીવ્યુ મિટિંગ યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પુરી પાડી હતી આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શીહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પી.કે.પરમાર, પ્રકાશભાઈ વરમોરા, તાલુકા પ્રમુખઓ અને નગરપાલિકા પ્રમુખઓ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.