લોકમેળામાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને સ્ટોલ-પ્લોટના ભાડા વધારવા વિચારણા
સ્ટોલ-રાઇડસના પ્લોટ ઘટાડ્યા બાદ હવે તંત્રની ખર્ચને બેલેન્સ કરવા કવાયત
આરએસીના અધ્યક્ષસ્થાને મળનારી કમિટી ભાડા વધારા અંગે કરશે નિર્ણય
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત ભાતીગળ લોકમેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ-પ્લોટની સંખ્યામાં ઘટાડા સહિતના અનેક તકેદારીના પગલા લેવાયા છે અને હવે લોકમેળાના ખર્ચને પહોંચી વળવા નવી કવાયત શરૂ કરાઇ છે અને તેના ભાગરૂપે મોંઘવારીને ધ્યાનમાં રાખી સ્ટોલ અને પ્લોટના ભાડામાં વધારો કરવા વિચારણા કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.