ધંધાકીય બિલ્ડિંગ બનાવવા ભાજપના અગ્રણીએ રજપૂતપરાની આખી શેરી પર કરી નાખ્યું દબાણ! - At This Time

ધંધાકીય બિલ્ડિંગ બનાવવા ભાજપના અગ્રણીએ રજપૂતપરાની આખી શેરી પર કરી નાખ્યું દબાણ!


સાગઠિયા સાથે ધંધો કરવા ટેવાયેલા વધુ એક આગેવાને વિસ્તારને બાનમાં લીધું

રસ્તા પર બાંધકામ મટિરિયલ નહીં રાખવાના મનપાના નિયમનો ઉલાળિયો

ટીઆરપી અગ્નિકાંડમાં પૂર્વ ઈન્ચાર્જ ટીપીઓ સાગઠિયાની ભૂંડી ભૂમિકા સામે આવી છે. આ સાગઠિયા સાથે રાજકોટ ભાજપના આગેવાનો અને કોર્પોરેટરોએ અનેક ધંધા કર્યા છે. આ કોર્પોરેટર અને નેતાઓ પોતાની જાતને બિલ્ડર કહેડાવે છે પણ તે બિલ્ડર પણ ખોટા કામના ધંધાવાળા છે. આવા જ એક અગ્રણી ધંધાવાળાએ પોતાની બિલ્ડિંગ બનાવવા માટે રજપૂતપરાની આખી શેરી બંધ કરી દીધી છે. મનપાનો નિયમ છે કે, બાંધકામ મટિરિયલ રસ્તો તો શું ફૂટપાથ પર રાખી શકાય નહીં પણ જો રાખશે તો મનપા તમામ સામાન જપ્ત કરી દંડ કરશે. અહિં તો રસ્તામાં રાખવાનું તો દૂર શેરી બંધ અને મુખ્ય માર્ગ રોકીને રાખ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.