વડનગર મેડિકલ કોલેજ ખાતે ABVP ના કાર્યકર્તાઓ દ્વારા મેડિકલ વિભાગમાં ધરખમ ફી વધારા નિમિત્તે આવેદનપત્ર આપ્યું. - At This Time

વડનગર મેડિકલ કોલેજ ખાતે ABVP ના કાર્યકર્તાઓ દ્વારા મેડિકલ વિભાગમાં ધરખમ ફી વધારા નિમિત્તે આવેદનપત્ર આપ્યું.


વડનગર મેડિકલ કોલેજ ખાતે તબીબી સ્નાતક ફીમાં ધરખમ વધારો તે નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મેડિકલ કોલેજ ના ડીન આવેદનપત્ર આપ્યું

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા GMERS કોલેજો ની તબીબી સ્નાતક ની ફી માં કરવામાં આવેલ ધરખમ વધારો પાછો લેવા બાબતે આજે વડનગર gmers મેડિકલ કોલેજના ડીન ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મહેસાણા દ્વારા Gemers medical College ખાતે એમબીબીએસ ના અભ્યાસ માં ફી વધારો પરત ખેચવા અને ફી ઘટાડવા ના મુદ્દે વડનગર gmers મેડિકલ કોલેજના ડીન ડો.મનીષ રામાવત ને આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.અખિલ ભારતીય વિધાર્થી પરિષદ
વિધાર્થીઓને પડતી સમસ્યાઓ અને મુશ્કેલીયોને દુર કરવા અ.ભા.વિ.પ હંમેશા કાર્યરત રહ્યું છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન સોસાયટી Gemers સંચાલિત મેડિકલ કોલેજ માં એમબીબીએસ ના અભ્યાસ માં કરવામાં આવેલ અસહ્ય ફી વધારા સામે વિરોધ નોંધાવી પોતાના હકક ની માંગણી કરી હતી.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સ્પષ્ટરૂપે માંગ કરે છે કે GMERS કોલેજોમાં તબીબી સ્નાતક માં પ્રવેશ ઇચ્છુક વિધાર્થીઓ ધોરણમાં કરેલ વધારો 2 દિવસમાં પાછો ખેચી વિધાર્થી હિત મા નિર્ણય કરવામાં આવે. જો વિધાર્થી હિતમા નિર્ણય ન આવે તો અભાવિપ ઉગ્ર આંદોલન કાર્ય સિવાય રસ્તો રહેશે નહિ ની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ૨૮/૦૬/૨૦૨૪ ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ જેમાં રા- ની 13 GMERS મેડિકલ કોલેજ ની કી નો વધારો જેમાં સરકારી કોટા માં 3.30 લાખ થી વધી ને 5.50 લાખ મેનેજમેન્ટ કોટા માં 9 લાખ થી લાખ કરવા મા આવેલ છે. સરકાર દ્વારા GMERS ની રચના વિધાર્થિઓને શુલભ શિક્ષણ મળી રહે એ હેતુથી કરવામાં આવી હતી. ત્યારે સરકારી કોટા મા 66.66 % ને મેનેજમેન્ટ મા 88.88 % નો ધરખમ ફ્રી વધારોએ ચોક્કસ પણે વિધાર્થીહિતમાં નથી.

ગુજરાત ની 13 GMERS જે જિલ્લાઓમાં આવેલ છે ત્યાં વિધાર્થીઓ માટે બીજી કોઈ સરકારી મેડિકલ કોલેજો આવેલ નથી. મધ્યમાં ના વિધાર્થીઓ આ GMERS કોલેજોના આધારે જ ભાવિ ડોકટર બનવાના સ્વપ્ન જોઈ રહ્યા હતા. પરંતુ આ એક પરિપત્ર માત્ર થી કી માં અ વધારો કરવો એ વિધાર્થીઓ સાથે અન્યાય કરતો નિર્ણય છે. જેથી તેજસ્વી વિધાર્થીઓ ને પોતાના રાજ્ય/દેશ છોડી બીજા રાજ્ય/દેશ મા મેિ ની શિક્ષા પ્રાપ્ત કરવા મજબૂર થવુ પડયુ છે.

રિપોર્ટ -: જીગર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.