પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના ખેડૂત લાભાર્થીઓએ ૩૦મી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત
રાજકોટ તા. ૧૨ જુલાઈ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે. ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૧૮માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ તા. ૩૦ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવવું જરૂરી છે. જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમનો ૧૮મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત આધાર સીડીંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરી, ત્યારબાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે. આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવશે, તો પણ તેમનો ૧૮મો હપ્તો જમા થઈ જશે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.