પશુઓને કતલખાને લઈ જતા પીકપ ડાલુ અને બે લોકોની વિરપુર પોલીસે ધરપકડ કરી…
આસપુર ગામની ચોકડી પાસેથી ૪ પાડા અને ૧ ભેંસ ટેમ્પોમાં ખીચોખીચ ભરી લઈ જતા બે વ્યક્તિઓને વિરપુર પોલીસે ઝડપ્યા...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના આસપુર ગામની ચોકડી પાસેથી ૪ પાડા અને ૧ ભેંસ ટેમ્પોમાં ખીચોખીચ ભરી લઈ જતા બે વ્યક્તિઓને વિરપુર પોલીસે ઝડપી પાડ્યા હતા આ વ્યક્તિઓ ભેંસ અને પાડાને કતલખાને લઈ જવાના હતા ત્યારે મળતી વિગતો મુજબ વિરપુર પોલીસને બાતમી મળેલ કે વિરપુર તાલુકાના આસપુર ગામની સીમમાંથી એક પિકઅપ ડાલામા ૫ પશુઓને ક્રૂરતા પૂર્વક બાંધી કોઈપણ પ્રકારના ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર ખીચોખીચ બાંધી કતલ ખાને લઈ જઈ રહ્યા હોવાનું પોલીસને બાતમી મળી હતી ત્યારે વિરપુર પોલીસે
ચોક્કસ માહિતીના આધારે આસપુર ગામની ચોકડી પાસેથી પિકઅપ ડાલુ જીજે ૦૯ ઝેડ - ૦૩૮૮ અટકાવી જોતા ૫ જેટલા પશુઓને નિર્દયતાપૂર્વક ખીચોખીચ ભરી રાખ્યા હતા ત્યારે પોલીસે પીકીઅપ ડાલાને ઉભી રાખી તપાસ હાથ ધરી હતી જેમાં ડાલામા બેઠેલો (૧) ફઝલે એસ/ઓ કાલુ માનુ મુલતાની રહે- મોડાસા ચાંદ ટેકરી જી- અરવલ્લી,(૨)ઈરફાન એસ/ઓ મુખ્ત્યાર અલ્લાઉદ્દીન મુલતાની રહે-મોડાસા ચાંદ ટેકરી જી- અરવલ્લી,નાઓની અટકાયત કરી હતી ટેમ્પામાં પશુઓ માટે કોઈ પણ પ્રકારની સગવડ ન હોવાથી શંકા જતાં પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો હતો ત્યારે હાલતો વિરપુર પોલીસે પાંચ પશુઓની અને ડાલુ સહિતની અંદાજીત કિંમત ૨,૪૪,૦૦૦/- મુદામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.