ગાંભોઈ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો
હિંમતનગર તાલુકાની ગાંભોઈ પ્રાથમિક શાળા ખાતે ગુરુવારના રોજ સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી.ઝાલા, ભાજપા જિલ્લા સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ રહેવર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, માજી જિલ્લા સદસ્ય ગણપતભાઈ પટેલ, રણજીતસિંહજી રાઠોડ, વેપારી અગ્રણી ભગવાનદાસ ચૌધરી, પુષ્પરાજસિંહ જોધ્ધા, દિલીપસિંહ રહેવર, ઓધારભાઈ દેસાઈ, હિરસિંહ પરમાર, સતીષ પ્રજાપતિ, હસમુખભાઈ સોલંકી તેમજ આજુબાજુ ગામોના સરપંચો વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ વાવેલા વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ સુરક્ષામાં સહભાગી બનવા બાળકોને આહ્વાન કર્યુ હતું. શાળાના આચાર્ય દિપકભાઈ પાટીલ, શિક્ષક ગણ તેમજ બાળકોએ વિવિધ જાતના રોપાઓનું વાવેતર કર્યુ હતું.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.