'દીકરો શહીદ થયો, વહુ કીર્તિ ચક્ર લઈને જતી રહી':માતા-પિતાએ કહ્યું- સન્માનના નિયમ બદલો, અમારી પાસે હવે કંઈ નથી; સ્મૃતિનો જવાબ- જેવી જેની માનસિકતા - At This Time

‘દીકરો શહીદ થયો, વહુ કીર્તિ ચક્ર લઈને જતી રહી’:માતા-પિતાએ કહ્યું- સન્માનના નિયમ બદલો, અમારી પાસે હવે કંઈ નથી; સ્મૃતિનો જવાબ- જેવી જેની માનસિકતા


વહુ અમારું ઘર છોડીને જતી રહી છે. તેણે પોતાનું એડ્રેસ પણ બદલી નાખ્યું. અમારી પાસે કીર્તિ ચક્ર મળવાની કોઈ નિશાની પણ નથી. અમે અમારા પુત્રના ફોટા પર કીર્તિ ચક્ર લગાવવાને પણ લાયક નથી. બધું પુત્રવધૂને જ આપી દેવામાં આવ્યું. હવે આ સન્માનના નિયમો બદલવા જોઈએ. પુત્રવધૂઓ ઘરે છોડીને ભાગી જાય છે. આવી સ્થિતિમાં માતા-પિતાને કશું મળતું નથી. આવું કીર્તિ ચક્રથી સન્માનિત શહીદ અંશુમાન સિંહનાં માતા-પિતાનું કહેવું છે. મંગળવારે તેઓ રાયબરેલી ગયાં અને સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યાં અને આ વાત કરી. તેઓ કહે છે- અમે આ મુદ્દો રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ ઉઠાવ્યો છે. પિતાએ કહ્યું- અમારી પાસે કીર્તિ ચક્ર મળવાના કોઈ પુરાવા નથી
શહીદ અંશુમનના પિતા રવિ પ્રતાપ સિંહ JCO તરીકે સેનામાંથી નિવૃત્ત છે. તે કહે છે- વહુ સ્મૃતિ અહીંથી બધું લઈ ગઈ. તેણે પોતાનું સરનામું પણ બદલી નાખ્યું. માતા મંજુ સિંહે કહ્યું- પુત્રવધૂઓ ભાગી જાય છે. માતા-પિતાનું પણ સન્માન થવું જોઈએ. અમે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે પુત્રવધૂ ઉપરાંત સેનામાં શહીદ થયેલા યુવાનોના પરિવારમાં માતા-પિતાનું પણ ધ્યાન રાખવામાં આવે. પિતા રવિ પ્રતાપ સિંહે કહ્યું- મારો પુત્ર લગ્નના 3 મહિના બાદ શહીદ થયો હતો. થોડા દિવસો પછી પુત્રવધૂ સ્મૃતિ ઘર છોડીને નીકળી ગઈ. જ્યારે સન્માન આપવામાં આવ્યું ત્યારે સ્મૃતિની સાથે મારી પત્નીને પણ બોલાવવામાં આવી હતી. પરંતુ, આ સન્માન માત્ર પુત્રવધૂ સ્મૃતિને જ આપવામાં આવ્યું હતું. પુત્રવધૂ અલગ રહે છે. તેથી અમારી પાસે કશું આવ્યું નહીં. મારી પાસે મારા પુત્રના ફોટા સિવાય કંઈ નથી. તેના (અંશુમન) ફોટા પર લગાવવા માટે અમને કીર્તિ ચક્ર બેજ પણ મળ્યો નથી. સ્મૃતિએ કહ્યું- જેની જેવી માનસિકતા હોય, તે તેવું જ બોલશે
ભાસ્કરે સ્મૃતિને તેની બાજુ જણાવવા માટે ફોન કર્યો હતો. કેપ્ટન અંશુમનનાં માતા-પિતાના આરોપો પર સ્મૃતિએ કહ્યું- મારી પાસે હજુ સુધી કોઈ માહિતી નથી. જેની જેવી માનસિકતા હોય, તે તેવું જ બોલશે. મને કોઈ વાંધો નથી. હું હમણાં જ બહાર આવી છું. પહેલાં વીડિયો મોકલો. પછી ફોન કરીશ. પત્ની સ્મૃતિ વ્યવસાયે એન્જિનિયર છે અને તેનાં માતા-પિતા શાળાના આચાર્ય છે. સ્મૃતિના પિતાએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો
જ્યારે અમારી ટીમ પંજાબના દીનાનગરમાં સ્મૃતિના ઘરે પહોંચી ત્યારે અમે ત્યાં તેના પિતા રાજેશ સૈનીને મળ્યા. રાજેશ સૈનીએ સ્મૃતિનાં સાસરિયાઓના આરોપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે અત્યારે સ્મૃતિ ક્યાંક બહાર ગઈ છે અને તે મોડી સાંજ સુધીમાં ઘરે પરત ફરશે. જો સ્મૃતિને આ સમગ્ર મામલે કંઈ કહેવું હોય તો તે પોતાનો પક્ષ આપશે. સ્મૃતિનાં સાસરિયાઓ દ્વારા કરવામાં આવેલા આરોપો અંગે અમારા પરિવારના અન્ય કોઈ સભ્યએ કંઈ કહેવું જોઈએ નહીં. રાજેશ સૈનીએ એમ પણ કહ્યું કે અમારા પરિવારને સ્મૃતિનાં સાસરિયાઓ અને સસરા દ્વારા કરવામાં આવેલા આરોપો વિશે મીડિયા દ્વારા જ ખબર પડી. કેપ્ટન અંશુમન કોણ હતા?
કીર્તિ ચક્ર વિજેતા કેપ્ટન અંશુમન સિંહ પંજાબ રેજિમેન્ટની 26મી બટાલિયનના આર્મી મેડિકલ કોર્પ્સનો ભાગ હતા. ઓપરેશન મેઘદૂત દરમિયાન તેઓ સિયાચીનમાં મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતા. 19 જુલાઈ, 2023ના રોજ સિયાચીનના ચંદન ડ્રોપિંગ ઝોનમાં લાગેલી ભયાનક આગ દુર્ઘટના દરમિયાન અંશુમને ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ દરમિયાન આગ મેડિકલ ઇન્વેસ્ટિગેશન સેન્ટરમાં ફેલાઈ ગઈ હતી. આ જોઈને કેપ્ટન અંશુમન પોતાની ચિંતા કર્યા વિના જ તેમાં કૂદી ગયો હતો. આગમાં ઘેરાઈને શહીદ થઈ ગયા હતા અંશુમન
સિયાચીન ગ્લેશિયરમાં 19 જુલાઇ 2023ના રોજ રાત્રે લગભગ 3.30 વાગ્યે ભારતીય સૈન્યના બારૂદ રાખેલા બંકરમાં આગ લાગી ગઇ હતી. જેના લીધે ઘણા ટેન્ટ પણ આગની ચપેટમાં આવી ગયા હતા અને આ દરમિયાન ભારતીય સૈનિકો આગમાં ઘેરાઇ ગયા હતા. તે સમયે ત્યાં કેપ્ટન અંશુમન પણ તૈનાત હતા. આવા કપરા સમયે તેમણે બહાદુરી બતાવી તેમના સાથીઓનો જીવ બચાવ્યો હતો. તે સમયે તેઓ આગથી ઘેરાયેલા બંકરમાં ઘૂસી ગયા હતા અને પોતાના ચાર સાથીઓને સુરક્ષિત બહાર કાઢી લાવ્યા હતા. પરંતુ પોતે ગંભીર રીતે દાઝ્યા હતા, આ દરમિયાન તમામ ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરી સારવાર માટે ચંડીગઢ લઇ જવામાં આવ્યા હતા જ્યાં કેપ્ટન અંશુમન સિંઘે સારવાર દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરી હતી. AFMC ક્વોલિફાઈ કર્યું હતું
​​​​​​અભ્યાસ બાદ અંશુમનનું સિલેક્શન આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણેમાં થયું. ત્યાંથી MBBS કર્યા બાદ કેપ્ટન અંશુમન સિંહ આર્મીના મેડિકલ કોર્પ્સમાં જોડાયા. પત્ની સ્મૃતિ વ્યવસાયે એન્જિનિયર છે અને તેનાં માતા-પિતા સ્કૂલ પ્રિન્સિપાલ છે. આગ્રા મિલિટરી હોસ્પિટલમાં ટ્રેનિંગ લીધા બાદ અંશુમનને ત્યાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. અંશુમનના પિતા રવિ પ્રતાપ સિંહ સેનામાં JCO હતા. કેપ્ટન અંશુમન સિંહની માતા મંજુ સિંહ સિવાય પરિવારમાં ભાઈ ઘનશ્યામ સિંહ અને બહેન તાન્યા સિંહ છે. બંને નોઈડામાં ડોક્ટર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.