હિરાસર એરપોર્ટ પરથી વિદેશની ફલાઈટો નહી ઉડવા બાબતે કોંગ્રેસનો હલ્લાબોલ - At This Time

હિરાસર એરપોર્ટ પરથી વિદેશની ફલાઈટો નહી ઉડવા બાબતે કોંગ્રેસનો હલ્લાબોલ


હાલમાંજ રાજકોટનાં હિરાસર એરપોર્ટ ઉપરથી વિદેશી ફલાઈટો ઉડે શકે તેમ ન હોવાનું ભોપાળુ બહાર આવેલ છે. ત્યારે, આ પ્રશ્ર્ને આજે કોંગ્રેસે બહુમાળી ભવન ચોક ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કરી ભાજપ સરકાર ઉપર હલ્લાબોલ કર્યો હતો.
ઉપરોક્ત બાબતોને લઇ આજે કોંગ્રેસે બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેનો પર નકલી નોટોનો વરસાદ કરી ભાજપ સરકારનો અનોખો રીતે વિરોધ કર્યો હતો કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના આંધણ શા માટે ! અનેકવિધ સ્લોગનના પ્લે કાર્ડ પર રાજકોટ એરપોર્ટ માત્ર હવા હવાઈસૌરાષ્ટ્ર લોકોને મામા બનાવાનું બંધ કરો જેવા સૂત્રો સાથે એરપોર્ટની નરવી વાસ્તવિકતાઓ રજુ કરી જોરચોરથી નારેબાજી કરીને હીરાસર એરપોર્ટના ફોટો પર સિંગમ ચોંટાડીને ભાજપ સરકાર તાકીદે એરપોર્ટ સુવ્યવસ્થિત શરૂ કરવા માંગ કરી હતી.
ઉલ્લેખનિય છે કે ગઈકાલે સૌ સૌરાષ્ટ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા કે હવે હીરાસર એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન નહિ ભરે ! વિદેશી ફ્લાઈટો ઉડાન ભરે એ પહેલા લોકોની આશાઓ ક્રેશ તુરંત જ થઈ ગઈ કારણ કે નવું ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે નાનું પડે છે.
આથી ફરી નવું ટર્મિનલ બનાવવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે. તાજેતરમાં મળેલી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની રહેલું મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની સુવિધાઓ આપવામાં ટૂંકું પડે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડો માટે કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સની ઓફીસ તેમજ પેસેન્જરોની સુવિધા માટે જરૂરી કામગીરી આ ટર્મિનલ પર સમાવી શકાશે નહીં આથી હાલના તબક્કામાં 15ઓગસ્ટ સુધી એરપોર્ટનુ નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર જે થશે તે માત્ર ડોમેસ્ટિક ઓપરેશન જ ચાલુ રાખવામાં આવશે.
લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા અધૂરા પ્રોજેક્ટમા વડાપ્રધાન મોદીએ ઉતાવળે ઉદ્ઘાટન તો કરી દીધુ પણ હાલની પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્રવાસીઓને મામા જ બનાવ્યા તેવો ચિત્ર ઉપજ્યુ છે. પ્રજાના ટેક્સના પૈસે ઊભુ કરેલ 1400 કરોડની રકમનું એરપોર્ટના નામે આંધણ કર્યા બાદ ઓથોરિટીને ખબર પડી કે નવા ટર્મિનલ બિલ્ડિંગમા આંતરરાષ્ટીય એરપોર્ટના માપદંડો જ નથી બોલો !
થોડા મહિનાઓ પહેલા જ ગુજરાતના જગવિખ્યાત વ્યક્તિએ આ એરપોર્ટ પર પેસેન્જરની પ્રાથમિક સુવિધાઓનો અભાવની વીડીયો દ્વારા પોલ ખોલી હતી અને થોડા દિવસો પહેલા જ સામાન્ય વરસાદમા જ એરપોર્ટ ટર્મિનલનુ ડોમ ધરાશાયી થયુ હતુ એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને ભાજપ સરકારે ગેરમાર્ગે દોરી મોટી ખોટી જાહેરાતોના નામે ઉદ્ઘાટનોથી પ્રજાને ભોળવીને ચૂંટણીમા મત ખટખટાવી ગયા તે સ્પષ્ટ થયુ છે. પ્રાથમિક સુવિધાઓનો અભાવ,વારંવાર થતા વિવાદો અને પ્રોજેક્ટના કામોમા થયેલ ભ્રષ્ટાચારના કારણે હજુ સુધી રાજકોટ એરપોર્ટ પરથી કોઈ એરલાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની પણ તૈયારીઓ દર્શાવી નથી.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતુ કે જો કરોડોના ખર્ચે ડોમેસ્ટિક જ એરપોર્ટ રાજકોટથી 36 કિમી દૂર બનાવવાનો પ્રોજેક્ટ હતો તો રાજકોટ શહેરમા રહેલ જૂના એરપોર્ટમા શુ વાંધો હતો ? એક તરફ દરરોજ હજારો પેસેન્જરોને હીરાસર એરપોર્ટ ખુબ દૂર હોવાથી હેરાનગત થવુ પડે છે જેથી મસ્ત મોટા ટેક્સીઓને ભાડાઓ ચૂકવવા પડે અને સમય પણ વેડફાય છે. હીરાસર એરપોર્ટમા તો નામ બડે દર્શન ખોટેજેવો હાલ સર્જાયો છે.
લોકસભા ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરી ઉતાવળે ઉદ્ઘાટનો કરી દીધા પરંતુ વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટમા જ પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ ના મળતી ના હોય,ટર્મિનલ ડોમના હિસ્સાઓ ધરાશાયી થતા હોય,ખુબ ગંદકી હોય,પાર્કિંગના નામે લૂંટ ચલાવવી,રનવે પર પશુ-પક્ષી-પ્રાણીઓ ચડી આવવા જેવા કિસ્સાઓ એ ભાજપ સરકારે સૌરાષ્ટ્રવાસીઓની મશ્કરી કરી સમાન છે.હીરાસર ઈન્ટરનેશન એરપોર્ટના ઉદઘાટન એક વર્ષ બાદ એક ફ્લાઇટ વિદેશ માટે હજુ ઉડાન ભર્યું નથી અને હજુ આવનારા સમયમા ઊડશે પણ નહીં કારણ કે ભાજપ સરકાર માત્ર ખોટીમોટી જાહેરાતો કરવામા માહિર છે તેવા પ્રહારો કર્યા હતા.
હીરાસર એરપોર્ટ કરતા તો રાજકોટના જૂના એરપોર્ટ અનેક દરરજે સારુ હતુ પણ ભાજપ સરકારે બિલ્ડરોને પડતી મુશ્કેલીઓ દુર કરવા ગરીબ ખેડૂતોની જમીન હડપવાનુ શરૂ કરી નવુ ખોટુ દિંડક જેવુ હીરાસર એરપોર્ટ ઉભુ કર્યૂ છે.જૂના એરપોર્ટની અબજો રૂપિયા કિમંતની જમીન પર ભાજપ સરકારની અને તેના મળતિયા જમીન માફિયાઓની નિયત ખરાબ હોવાને કારણે ઉતાવળે એરપોર્ટ સ્થળાંતર કર્યાનો ગંભીર આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા.
વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપો કર્યા હતા કે અમાદાવાદમાં રહેલ એરપોર્ટ એ અદાણિનુ હોવાથી તેઓને 1% નુ નુકશાન ના પહોચાડવા કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્રવાસીઓને ઘોર અન્યાય કરી રહી છે.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા,કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત, સુરેશ બથવાર, મયૂરસિંહ પરમાર, રણજીત મુંધવા, દિલીપ આસવાણિ, ગૌરવ પૂજારા, રાજુ અમરણિયા, અનિલ રાઠોડ, જગુભા જાડેજા, સેવાદળના પ્રમુખ જીત સોની, યશ ભીંડોરા, એરોન ક્રિસિયન, સુનિલ સોરઠિયા, પ્રદ્યુમન બારડ, રોનક રવૈયા સહિત અનેક કાર્યકારોએ સફળ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.