2002 પછીની જન્મ મરણની નોંધ હવે ત્રણેય ઝોન કચેરીએ થઈ શકશે
મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ કામનું ભારણ ઘટાડવા કરાયો નિર્ણય
સુધારા વધારાની પણ કામગીરી થતા લાંબી કતારોમાંથી લોકોને મળશે મુક્તિ
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ જન્મ મરણ વિભાગમાં હંમેશાં લાંબી કતારો રહે છે કારણ કે, જૂના રેકર્ડમાં સુધારા વધારા તેમજ નકલ કઢાવવા માટે ત્યાં જવું પડે છે. આ કારણે નવા દાખલા માટે પણ કતારો રહે છે જેને લઈને હવે રાહતના ભાગરૂપે ત્રણેય ઝોનમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે લોકોને તે અંગે માહિતી ન હોવાથી હજુ પણ સેન્ટ્રલ ઝોને કતારો રહે છે તેથી મનપાએ સેન્ટ્રલ ઝોન ઉપરાંત વેસ્ટ અને ઈસ્ટ ઝોન કચેરીએ પણ જવા માટે જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.