CISF, BSFમાં પૂર્વ અગ્નિવીરો માટે 10% અનામત:પ્રથમ બેચને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે; શારીરિક કસોટી આપવી નહીં પડે - At This Time

CISF, BSFમાં પૂર્વ અગ્નિવીરો માટે 10% અનામત:પ્રથમ બેચને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે; શારીરિક કસોટી આપવી નહીં પડે


કેન્દ્ર સરકારના અગ્નિવીર અંગેના નિર્ણયના બે વર્ષ બાદ ગુરુવારે CISF અને BSFએ પૂર્વ અગ્નિવીરને 10% અનામત આપવાની જાહેરાત કરી હતી. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિયમો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. બીએસએફના ડીજી નીતિન અગ્રવાલ અને સીઆઈએસએફ ડીજી નીના સિંહે આ માહિતી આપી હતી. હકીકતમાં, 18 જૂન, 2022ના રોજ, ગૃહ મંત્રાલયે આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે CAPF અને આસામ રાઇફલ્સમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને 10% અનામત આપવામાં આવશે. BSF, CRPF, ITBP, SSB અને CISF સશસ્ત્ર દળો CAPF હેઠળ આવે છે. CISFએ કહ્યું, પ્રથમ બેચમાં 5 વર્ષની છૂટ અને આગામી બેચમાં 3 વર્ષની છૂટ જાણો શું છે અગ્નિપથ યોજના...
સરકારે 2022માં અગ્નિપથ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત યુવાનોને આર્મી, નેવી અને એરફોર્સમાં ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવે છે. 4 વર્ષમાં છ મહિનાની તાલીમનો પણ સમાવેશ થાય છે. ચાર વર્ષ બાદ અગ્નિવીરને તેની કાર્યક્ષમતાના આધારે રેટિંગ આપવામાં આવશે. આ યોગ્યતાના આધારે 25% અગ્નિવીરોને કાયમી સેવામાં લેવામાં આવશે. બાકીના સિવિલ વિશ્વમાં પાછા આવશે. આ સ્કીમમાં ઓફિસર રેન્કથી નીચેના સૈનિકોની ભરતી થશે. એટલે કે તેમની રેન્ક Personnel Below Officer Rank એટલે કે POBR તરીકે થશે. આ સૈનિકોની રેન્ક સેનામાં અત્યારે થતી કમિશન્ડ ઓફિસર અને નોન-કમિશન્ડ ઓફિસરની ભરતીથી અલગ હશે. વર્ષમાં બે વખત રેલી દ્વારા ભરતી કરવામાં આવશે. અગ્નિવીર બનવા માટે વ્યક્તિની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉપરાંત, ઓછામાં ઓછું 10 પાસ હોવું જરૂરી છે. 10મું પાસ પછી ભરતી થયેલા અગ્નિવીરોને 4 વર્ષની સેવા પૂરી કર્યા પછી 12માને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.