સુરત ખાતે લાઠી પાટીદાર બિઝનેસ ગ્રુપ ની રચના કરાય - At This Time

સુરત ખાતે લાઠી પાટીદાર બિઝનેસ ગ્રુપ ની રચના કરાય


સુરત ખાતે લાઠી પાટીદાર બિઝનેસ ગ્રુપ ની રચના કરાય

લાઠી સુરત ખાતે શ્રી લાઠી પાટીદાર બિઝનેસ ગ્રુપ રચના સંગઠન - સહકાર - વિકાસ લાખેણી લાઠીના વતની અને સુરત આવી વસેલા સૌ પરિવારોને એકજુથ થઈને વ્યાપારમાં આગળ વધવા માટે એકબીજાના સાથ સહકાર સાથે વતનપ્રીતિ તેમજ સામાજિક ઉત્કર્ષ માટે આ લાઠી પાટીદાર બિઝનેસ ગ્રુપ ની શરૂઆત કરવામાં આવી છે....આપણા વડીલો લાઠીમાં એકબીજાના સાથ સહકારથી જેમ આનંદથી રહેતા હતા, એકબીજાના સહયોગથી આનંદથી જીવન જીવતા હતા એવીજ સુંદર ભાવના સાથે સુરતના લાઠી વાસીઓ એક બીજાના સંપ સહકાર અને એકતા સાથે જીવનમાં સાચી પ્રગતિ કરે એવી ઉત્તમ ભાવના આ ગ્રુપના માધ્યમથી આપવાની અમારા સૌની ઈચ્છા છે...
21"મી સદીમાં જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવું હોય તો સંઘ બનાવવો બહુ જરૂરી છે, એકતા એ સૌથી મોટ્ટી તાકાત બને છે... આ ગ્રુપ ચાલુ કરવાનો ઉદ્દેશ ગામનો દરેક નાના મોટા બિઝનેસમેન એકબીજા ને સપોર્ટ કરે અને ગામના દરેક ભાઈ/બહેન/વહુ આગળ વધે. ગામના પરિવાર નો આર્થિક વિકાસ થાય.
જેમાં હવે લોકો એક બીજાનો વધુ પરિચય થાય, એકબીજાને બિઝનેસ માં સપોર્ટ મળે એ માટે બિઝનેસ મિટિંગોનું પણ આયોજન કરવામાં આવયુ,જેમાં પહેલી મીટિંગ માં ૧૮ જેટલા મેમ્બરો આવ્યા અને એકબીજા ના ધંધા ને જાણ્યા. હવે આગળ આ નેટવર્કિંગ ના યુગ પોતાના બિઝનેસ ને કઈ રીતે એકબીજા ને વ્યાસાય ને સપોર્ટ કરી શકીયે તેના પર ચર્ચા કરવામાં આવી.
આ ગ્રુપને લીધે એકબીજાની વધુ નજીક આવીશું અને વડીલોની જૂની ઓળખાણ તાજી થશે, સામાજિક, વહેવારીક અને કુટુંબ ભાવના વિકસશે, તેમજ ધંધાકીય કામકાજમાં એકબીજાને ઉપયોગી થઈશું...
આપણા વડીલોની જૂની ઓળખાણ અને વ્યવહારને લીધે ધંધામાં રેફરન્સ કાઢવાની કોઈ માથાકૂટ બહુ રહેશે નહી, ભાવમાં છેતરાવવાની શક્યતા નહીં રહે અને 24×365 સર્વિસ પણ સારી મળતી રહેશે....
ગ્રુપમાં તમારા બિઝનેસ, સપ્લાય, સર્વિસની કે માલ લેવા વેચવાની, ધંધાનો વિકાસ કરી શકીએ તે માટે તમારા ધંધાની પોસ્ટ મૂકી શકો છો.
અને આજે આપણે સૌ જાણીએ છીયે એમ આ ડિજિટલ યુગ મા તમે તમારા બિઝનેસ ને ઝડપથી આગળ વધારવા માટે દરેક બિઝનેસ ની પોસ્ટ અમારા દરેક સોશિયલ મીડિયા પેજ પર મૂકીશું જેનાથી જે દરેક બિઝનેસ ને અમે સોશિયલ મીડિયા થકી વધારે મા વધારે લોકો સુધી પહોચાડી સકીએ અને સાથે સાથે અમે આ ગ્રુપ મા સમયાતરે આપના સમાજ ના નામાંકિત વ્યક્તિઓને, સારા બિઝનેસ સ્પીકર ને બોલાવવી દરેક નાના બિઝનેસ મેનો ને પોતાના બિઝનેસ મા આવતી સમસ્યાઓ ના સોલ્યૂશન માટેનું પણ આયોજન કરેલ છે
દરેક બિઝનેસમેન પોતાના બિઝનેસ ને સારા રેફરન્સ થી અને ગામના લોકો પાસે થી કંઈ રીતે વધુ માં વધુ બિજનેસ મેળવે અને ગામના લોકો ને ઓળખે તે હેતુ થી આ નાની એવી શરૂઆત કરેલ છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.