ગીરગઢડાના વડવિયાળા ગામે વૃદ્ધને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો આખરે પાંજરામાં કેદ થયો..
ગીરગઢડાના વડવિયાળા ગામે વૃદ્ધને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો આખરે પાંજરામાં કેદ થયો..
ગઈકાલે ગીર ગઢડાનાંવડવિયાળા ગામે મચ્છુન્દ્રી નદી પાસે ડાયાભાઈ ચીનાભાઇ સોલંકી નદીના કાંઠે વાડીએ ઝૂંપડામાં સુતા હતા. ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દીપડો ઝૂંપડામાં અંદર ઘુસી ગયો હતો. અને માનવભક્ષી દિપડાએ વૃદ્ધ ડાયાભાઇને ઉપાડી નજીક આવેલી મચ્છુન્દ્રી નદી પાસે લઇ જઇ ફાડી ખાધા હતા. જોકે દિપડો વૃદ્ધને ઉપડી જતાં તેમની પત્ની જાગી જતાં બુમાબૂમ કરવા લાગેલ પરંતું દિપડો ત્યાથી વૃદ્ધને લઈ નાશી છૂટયો હતો. જેના લીધે ગ્રામજનોમાં ભય અને અરેરાટી વ્યાપી ગયેલ.
સવારે આ વૃદ્ધને દિપડાએ ફાડી ખાધેલ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને કરતા જશાધાર રેન્જના આર.એફ.ઓ સહીત ફોરેસ્ટ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને વૃદ્ધના મૃતદેહને ગીરગઢડા સરકારી હોસ્પિટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડી પાડવા પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં. અને રાત્રીના સમય ફરી આ દીપડો આવી ચડતા આ વિસ્તારમાં ગોઠવેલ પાંજરામાં કેદ થઈ ગયો હતો. જેથી આ વિસ્તારનાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા આ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવેલ છે.
🎥. જીતેન્દ્ર ઠાકર ઊના
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.