લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિ આધારકાર્ડ સુધારવાના ફોમમાં સહી કરતા હોવાનો વિડીયો વાયરલ
લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિ આધારકાર્ડ સુધારવાના ફોમમાં સહી કરતા હોવાનો વિડીયો વાયરલ કરી ગ્રામ સદસ્ય દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના વહીવટદાર પતિ આધારકાર્ડ સુધારવાના ફોમ અરજદાર પાસેથી લે છે ગ્રામ પંચાયત સભ્ય સચિવની ઉપસ્થિતીમાં સહી કરે છે તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો અને તેમના વહીવટરદાર પતિ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તેમના દ્વારા કરવામાં આવેલ નાળાના કામ પેવરબ્લોક રોડના કામ ખુલ્લી અને અંડરગ્રાઉન્ડ ગટરના કામ દિવાલ બનાવવાના કામમાં સતત ભ્રષ્ટાચારના આક્ષેપ કરી લખતર તાલુકા વિકાસ અધિકારીથી લઈને એસીબી ગાંધીનગર સચિવાલય સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી છે આમતો ભાજપના જિલ્લા કક્ષાના નેતાઓ સાથે ફરતા હોય છે છતાં ભાજપના નેતાઓ તેઓ ભાજપમાં નથી તેમ કહી રહ્યા છે અને તેમને બચાવી રહ્યા છે ત્યારે લખતર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 16 ના સદસ્ય પ્રવીણભાઈ મારુણીયા દ્વારા તેઓ જૂની ગ્રામ પંચાયતમાં અરજદાર પાસેથી આધારકાર્ડ સુધારવાના ફોમ પોતે સરપંચ નથી તે જાણતા હોવાછતા ફોમ લે છે ગ્રામ પંચાયત સભ્ય સચિવની હાજરીમાં સહી કરે છે તે સ્પષ્ટ દેખાય છે તેવો વિડીયો વાયરલ કરી જો મહિલા સરપંચના વહીવટદાર પતિ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ નહિ કરવામાં આવે તો તેમને ફરી મામલતદાર કચેરી અથવા જિલ્લા વિકાસ અધિકારીની કચેરી સામે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન છેડવું પડશે તેમ જણાવી રોષ વ્યકત કરવામાં આવ્યો હતો
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.