ઘરમાં વંદા આવી રહ્યા છે? આટલું કરો તો નહીં આવે - At This Time

ઘરમાં વંદા આવી રહ્યા છે? આટલું કરો તો નહીં આવે


ઘણા લોકોને વંદાથી બહુ ડર લાગતો હોય છે.

હું છ વર્ષનો હતો અને રસોડામાંથી કાચની બોટલ કાઢી રહ્યો હતો ત્યારે એ વંદો ઊડીને મારી ગરદન પર આવી ગયો હતો. મેં ડરીને ચીસ પાડી અને કાચની બોટલ ફેંકી દીધી હતી. મેં વંદા અગાઉ પણ જોયા હતા, પરંતુ આટલા નજીકથી જોયા ન હતા.

અમારા ઘરે મારાં ભાઈ-બહેન વંદાથી રમતા હતા, પણ મને ચીતરી ચડતી હતી.

વાસ્તવમાં, હવે એવું લાગે છે કે માણસે વંદાથી ડરવાની જરૂર નથી, કારણ કે મચ્છર કે અન્ય જંતુની માફક વંદા આપણું લોહી પીતાં નથી.

જોકે, ફૉરેસ્ટ ઇકોલૉજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કીટશાસ્ત્રી બ્રોનોયના જણાવ્યા મુજબ, વંદા અત્યંત પ્રદૂષિત વિસ્તારમાં જ રહેતા હોય છે.

બ્રોનોયે કહ્યું હતું,"વંદા સામાન્ય રીતે ગંદી જગ્યાઓ, કચરાવાળી જગ્યા અને શૌચાલય વગેરેમાં જોવા મળે છે. તેથી જ ઘણા લોકોને વંદાથી નફરત હોય છે."વંદાથી થતા રોગનો ડર પ્રાચીન ગ્રીસના કાળથી યથાવત છે, એમ જણાવતાં બ્રોનોયે કહ્યું હતું, "પ્રાચીન ગ્રીકોને ભીતિ હતી કે વંદો રોગનું કારણ હોય છે. વંદામાં ટ્રોપોમાયોસિન નામનું પ્રોટીન હોય છે. વંદાના મળ, ચામડી અને શરીરના ભાગોમાં રહેલું એ પ્રોટીન મનુષ્યમાં એલર્જી પેદા કરી શકે છે."

પ્રાચીન ઇજિપ્તવાસીઓ વંદાને દૂર રાખવા માટે દેવતાઓની પૂજા કરતા હતા.

વંદાના ડર કે તેના પ્રત્યેના ધિક્કારને તબીબી પરિભાષામાં કેટાસરિડા ફોબિયા કહેવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.