વરધરા ગામ વચ્ચે રાત્રીના સમયે મગરનુ બચ્ચું આવી જતાં ભય નો માહોલ સર્જાયો.. - At This Time

વરધરા ગામ વચ્ચે રાત્રીના સમયે મગરનુ બચ્ચું આવી જતાં ભય નો માહોલ સર્જાયો..


રાત્રીના 12 વાગે ગામ વચ્ચે 5 ફૂટનું મગરનું બચ્ચું આવી જતા ફોરેસ્ટ વિભાગની ટિમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું..

વીરપુર તાલુકાના વરધરા ગામે રાત્રીના 12 વાગ્યાં ની આરસામાં ગામ વચ્ચે ગામના તળાવ માંથી અંદાજિત 5 ફૂટ જેટલું મગરનું બચ્ચું જાહેર રસ્તા પર આવી જતા ગામમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.ગામમાં મગરનું બચ્ચું આવ્યા ની જાણ વાયુવેગે સમગ્ર વરધરા ગામમાં પ્રસરી જતા ગામ લોકોના ટોળે ટોડા એકઠા થઈ ગયા હતા. વરધરા ગામના આકાશ જોષી દ્વારા વીરપુર ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તત્કાલીન ફોરેસ્ટ વિભાગની ટિમ વરધરા ગામે પહોંચી હતી અને એક કલાકની ભારે જહેમત બાદ મગરના બચ્ચા નું રેસ્ક્યુ કરી તત્કાલીન ફોરેસ્ટ વિભાગના કર્મચારીની પ્રાઇવેટ ગાડીમાં લઈ જઈ મહીસાગર નદીમાં સલામત રીતે છોડી દેવામાં આવ્યું હતું...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.