રાજકોટમાં કારખાનામાં એક શખસે બોથડ પદાર્થ મારતા 17 વર્ષના સગીરનું મોત થયાના CCTV, પરિવારનો હત્યાનો આક્ષેપ
ગત તારીખ 1 મેના રોજ રાત્રીના સમયે નવાગામમાં આવેલા ગોડાઉનમાં બનેલી ઘટનામાં 17 વર્ષના સગીરનું હાર્ટ એટેકથી નહિ પરંતુ હત્યાના કારણે મોત થયાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરિવારજનો દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા જેમાં તેમના સગીર દીકરાને કારખાનામાં જ બેઠેલા અન્ય એક વ્યક્તિએ કોઈ બોથડ પદાર્થ મારતા હત્યા થયાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસ કમિશનર સહિતને રજૂઆત કરવા પરિવારજનો દોડાદોડી કરી રહ્યાં છે પરંતુ ન્યાય ન મળતા આજ તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.