ધંધુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ધોધમાર વરસ્યો
ધંધુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ધોધમાર વરસ્યો
ગુજરાતમાં વરસાદનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે, ગુજરાતમાં લગભગ જગ્યાએ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે કે ધીમે ધીમે ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે.
ત્યારે આજ બપોરે ધંધુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ધંધુકા માં પાંચ થી છ દિવસ થી વાદળછાયુ વાતાવરણ હતું અને આ વાતાવરણ વચ્ચે ધંધુકા માં લગભગ જગ્યાએ વરસાદે જોરદાર એન્ટ્રી મારી છે ત્યારે વરસાદથી લોકોને કાળજાળ ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે જેને લઈને વરસાદનો માહોલ જામ્યો છે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અહીં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ધંધુકામાં બપોરે શરુ થયેલો વરસાદ ધોધમાર વરસ્યો હતો. તૂટી પડેલો વરસાદ એક દોઢ કલાક જેટલો વરસ્યો હતો. ધંધુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
વરસાદ બપોરે પછી તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદને લઈ વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે વરસાદને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઇ છે.
જ્યાં બપોર ના ત્રણ વાગ્યાના અરસા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધંધુકામાં વરસાદને પગલે ચાર રસ્તા તેમજ બીરલા ચાર રસ્તા સોસાયટી વિસ્તારો સહિત બજારના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.
ધંધુકા વિસ્તારમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો હવે વાવણીમાં જોડાયા હોય વરસાદની રાહ જોવાતી હતી. આ દરમિયાન હવે ધંધુકા વિસ્તારમાં અપેક્ષા મુજબ વરસાદ વરસતા મોટી રાહત સર્જાઈ છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.