રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્મ મરણ નોંધણી તમામ કામગીરી ત્રણેય ઝોન વાઈઝ થઇ શકશે. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્મ મરણ નોંધણી તમામ કામગીરી ત્રણેય ઝોન વાઈઝ થઇ શકશે.


રાજકોટ શહેર તા.૧૧/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલીકાના વિસ્તાર હેઠળ આવતી ઝોન કચેરીઓ ખાતે જન્મ અને મરણ નોંધણીની થતી કામગીરીમાં જાહેર જનતાને બહોળો લાભ મળે અને તેઓના વિસ્તારની નજીકની ઝોન ઓફીસ ખાતેથી જન્મ અને મરણ નોંધણી સંબંધી કામગીરીનો લાભ મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની મધ્યઝોન (Central Zone Office) ખાતે થતી કામગીરીને ડિઝીટલ ભારતના ભાગરૂપે હવેથી પશ્ચીમ ઝોન કચેરી (West Zone Office) તેમજ પુર્વ ઝોન કચેરી (East Zone Office) ખાતે પણ થઇ શકશે. જન્મ/મરણ નોંધણીની વર્ષ ૨૦૦૨ બાદના તમામ રેકર્ડ જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિઝીટલી સ્ટોર કરવામાં આવેલ છે આ તમામ રેકર્ડમાં નીચે મુજબની સેવાઓ અરજદારોને નજીકની ઝોન કચેરી ખાતેથી મળી રહેશે. જન્મ નોંધમાં બાળકના નામ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે. સને-૨૦૦૨ બાદ અને સને-૨૦૨૦ સુધીના તમામ જન્મ રેકર્ડમાં બાળકનું નામ દાખલ કરવાનું રહી જવા પામેલ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્ર/બોનાફાઇડ સર્ટી મુજ્બ બાળકનું નામ દાખલ કરી શકાશે તેમજ વિશેષ કોઇ દસ્તાવેજની જરૂરીયાત રહેશે તેની માહિતી આપવામાં આવશે. જન્મ કે મરણ નોંધણીમાં સુધારા કરવામાં આવશે. સને-૨૦૦૨ બાદ અને સને-૨૦૨૦ સુધીના તમામ રેકર્ડમાં કોઇપણ જન્મ કે મરણની નોંધમાં કોઇ ચુક રહી ગયેલ હોય તેવા કિસ્સામાં અરજદારો દ્વારા સંબંધીત પુરાવાઓ કે જે સુધારા ફોર્મમાં દર્શાવેલ છે તે સુધારા અર્થેના દસ્તાવેજો રજુ કરવાથી આ તમામ સુધારા જન્મ મરણ નોંધણી અધિનિયમ (એમેન્ડમેન્ટ એક્ટ) ૨૦૨૩ ની જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે. ઘરે બનતા જન્મ ના બનાવની નોંધણી કરવામાં આવશે. જે બાળકનો જન્મ ધરે થયેલ હોય તેવા કિસ્સમાં બાળકના વાલી દ્વારા તેની નોંધણી કરાવવાની રહે છે તે બાળકના માતાનું મમતાકાર્ડ, બાળકના માતા તેમજ પિતાના ઓળખકાર્ડની નકલ જેમાં જે જગ્યાએ પ્રસુતી થયેલ હોય તે સ્થળનું સરનામું હોવુ જોઇએ અન્યથા પ્રસુતી થયેલ હોય તે સ્થળનું લાઇટ બીલ, વેરા બીલ રજુ કરવાનું રહેશે. અને જરૂરી દસ્તાવેજો રજુ થયે શાખા દ્વારા વિશેષ કોઇ દસ્તાવેજ ની જરૂરીયાત અર્થે માર્ગદર્શન આપવામાં આવશે. ધરે બનતા મરણ ના બનાવની નોંધણી કરવામાં આવશે. જે કોઇ વ્યક્તિનુ મૃત્યુ ઘરે થયેલ હોય તેવા કિસ્સામાં ડોક્ટરના મરણ અંગેના સર્ટીફીકેટ થકી નજીકના ફાયર સ્ટેશન પર મરણ ની નોંધણી કરાવવાની રહે છે. તેમ છતા આ ફાયર સ્ટેશન ઉપર નોંધણી રહી જવા પામેલ હોય તેવા કિસ્સામાં ડોક્ટરના મરણ સંબંધી સર્ટીફીકેટ સહ મૃતકના ઓળખ કાર્ડ સહ શાખામાં નોંધણી કરાવવાની રહે છે. અને જરૂરી દસ્તાવેજો રજુ થયે શાખા દ્વારા વિશેષ કોઇ દસ્તાવેજ ની જરૂરીયાત અર્થે માર્ગદર્શન આપવામાં આવશે. તેમ છતા કોઇ વિશેષ માહિતી માર્ગદર્શનની જરૂરીયાત હોય તો ત્રણેય ઝોન ખાતે જન્મ-મરણ સુપ્રીટેન્ડન્ટ અથવા જન્મ-મરણ સબરજીસ્ટ્રારનો સંપર્ક કરી વિશેષ માહિતી માર્ગદર્શન મેળવી શકાશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.