ધંધુકા પંથકમાં વરસાદ નહી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા.
ધંધુકા પંથકમાં વરસાદ નહી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા.
અમદાવાદ રાજલ્લાની ધંધુકા તાલુકામાં ખેડૂતો એ વાવેતર નું કામ પૂર્ણ કર્યું છે. મોટા પાયે કપાસની વાવણી થઈ છે.ઘણા ગ્રામ્ય વિસ્તારમાં કપાસ નો છોડ ઉગી ગયા છે.ત્યારે વરસાદ મન મૂકી ને વરસતો નથી.વાદળો રોજ બંધાય છે પણ વરૂણદેવ કૃપા કરતા નથી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ૪૪ ગામો માં ૨૮૦૬૨ હેકટ્રર જમીનમાં કપાસનું વાવેતર થયુ છે.
ત્યારે સમય મર્યાદામાં મન મૂકી વરસાદ થતો નથી. ખેડૂતોએ મોઘાભાવના બિયારણ, ખાતર અને દવાઓ દેવું કરી ને મેળવ્યા છે. કયાંક કયાંક કપાસ ના છોડ ઉગ્યા છે.ત્યારે
ખેડૂતો પરિવાર અને મજૂર સાથે નીંદવાના કામમાં લાગી ગયા છે. પણ વરસાદ નહી થતાં ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ મોઘાભાવના બિયારણ, દવાઓ અને ખાતર ઉપરાંત પરિવાર અને મજૂર સાથે દિવસ રાત ખેતી કરે છે.ત્યારે સમયસર વરસાદ નહી આવતા કફોડી ચિંતામાં ડૂબી ગયા છે.જો કે વાવેતર ને ઉગારી લેવા કુદરતના ત્યા દેર છે પણ અંધેર નથી.તેમ વરસાદ મન મૂકી ને વરસે તેવી આશા ખેડૂતોમાં છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.