નો એન્ટ્રી:નેધરલેન્ડ્સમાં એક વર્ષમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 70% ઘટી
યુરોપિયન દેશ નેધરલેન્ડ્સમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. નેધરલેન્ડ્સ સરકારે 2022માં 14,816 ભારતીય પ્રવાસીઓને સ્કિલ્ડ વિઝા આપ્યા હતા, જેની સામે 2023માં માત્ર 4,520 ભારતીયોને જ વિઝા આપવામાં આવ્યા. નેધરલેન્ડ્સમાં 15 વર્ષ દરમિયાન આવનારા ભારતીયોની સંખ્યા સતત વધી, પરંતુ એક વર્ષ દરમિયાન તેમાં ઘણો ઘટાડો નોંધાયો છે. જાણકારોનું કહેવું છે કે 2024માં પણ નેધરલેન્ડ્સની સરકાર તેમાં ઘટાડો કરવા જઈ રહી છે. જૂન સુધી માત્ર 1,800 ભારતીય પ્રવાસીઓને સ્કિલ્ડ વિઝા આપવામાં આવ્યા છે. નેધરલેન્ડ્સનો કેમ આવો નિર્ણય.... રાષ્ટ્રવાદી સરકાર સ્થાનિક લોકોને નોકરી આપી રહી છે
નેધરલેન્ડ્સમાં ગત વર્ષે રાષ્ટ્રવાદી એસએસી પાર્ટી સત્તામાં આવ્યા બાદ ભારતીયોના વિઝામાં કાપ મુકાયો છે. સત્તાધારી પાર્ટીનું માનવું છે કે વિદેશથી આવતા લોકો સ્થાનિક લોકોની નોકરી છીનવી રહ્યા છે. તેના કારણે સ્થાનિક લોકોમાં રોષ હતો. આ રાષ્ટ્રવાદી પાર્ટીઓએ ચૂંટણી વાયદા કર્યા હતા કે આંતરરાષ્ટ્રીય વિઝા પર પ્રતિબંધ લાદવામાં આવશે. તેની શરૂઆત ગત વર્ષથી કરવામાં આવી. ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. 2022માં જ્યાં સ્ટડી વિઝા પર 1800 વિદ્યાર્થી ગયા હતા, 2023માં આ સંખ્યા ઘટીને 1400 રહી ગઈ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.