ભાસ્કર ખાસ:વધુ કમાણીવાળા 12 દેશોમાં લોકતંત્ર સામે અસંતોષ વધ્યો; બ્રિટનમાં સૌથી વધુ 21% જ્યારે કેનેડામાં 14%
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સતત ઊંચી આવકવાળા દેશોમાં લોકતંત્ર પ્રત્યે અસંતોષ વધતો જઈ રહ્યો છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના સરવેમાં એ વાત સામે આવી છે. સરવે અનુસાર આ દેશોના નાગરિક ઝડપથી ત્યાંના લોકતંત્રનાં કામકાજથી નિરાશ થઈ રહ્યા છે. 2017 પછી કોરોનાકાળને છોડીને, આ દેશોમાં લોકતંત્ર પ્રત્યે સંતોષનું સ્તર સતત ઘટી રહ્યું છે. 2021માં 12 આર્થિક રીતે સ્મૃદ્ધ દેશોમાં લોકતંત્રથી સંતોષની સરેરાશ 49% હતી, પણ 2024માં આ આંકડો ઘટીને 36% થયો છે. આ ઘટાડો 12માંથી 9 દેશોમાં જોવા મળ્યો, જેમાં 6 દેશોમાં સંતોષનું સ્તર 10 ટકા કે તેથી વધુ ઘટ્યું છે. દુનિયાભરમાં લોકતંત્રને લઈને અસંતોષ સૌથી વધુ બ્રિટનમાં જોવા મળે છે. 2021માં બ્રિટનના 60% લોકો લોકતંત્રથી સંતુષ્ટ હતા જે હવે 21% ઘટીને 39% જ વધ્યા છે. ત્યારે દક્ષિણ કોરિયામાં 36% લોકો જ લોકતંત્રથી ખુશ છે, આ આંકડો 2021માં 53% હતો. અમેરિકા અને જાપાનમાં લોકતંત્ર પર સૌથી ઓછા લોકો વિશ્વાસ કરે છે. જોકે હાલના સમયમાં બંને દેશોમાં માત્ર 31%એ જ સંતોષ જતાવ્યો છે. અમેરિકામાં ત્રણ વર્ષમાં 10% તો જાપાનમાં 7% સંતોષ ઘટ્યો છે. મધ્યમ આવકવાળા દેશ ભારતમાં લોકતંત્રથી 77%એ સંતોષ વ્યક્ત કર્યો
મધ્યમ આવકવાળા દેશોમાં સૌથી વધુ સિંગાપોર (80%) લોકો સંતોષ વ્યક્ત કરે છે. ત્યારબાદ ભારત છે. દેશમાં 77% લોકોને લોકતંત્ર પર વિશ્વાસ છે. થાઈલેન્ડમાં 64% લોકો લોકતંત્રથી સંતુષ્ટ છે. આ આંકડો ઓસ્ટ્રેલિયામાં 60% તો પેલેસ્ટાઈનમાં 57% છે. દેશમાં મતદાતા ભાગીદારી 67% છે. આર્થિક અસમાનતા છતાં દેશમાં લોકતંત્ર પર વિશ્વાસનું એક મોટું કારણ સરકાર દ્વારા ચલાવાતી કલ્યાણકારી યોજના છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.