સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પત્રકાર એકતા પરિષદ યોજાઈ ગઈ જેમાં સર્વનામતે બીપીનભાઈ જોશી ની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી
*સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પત્રકાર એકતા પરિષદ યોજાઈ ગઈ જેમાં સર્વનામતે બીપીનભાઈ જોશી ની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
તારીખ -9 /7/ 2024 ના રોજ ખેડબ્રહ્મા બ્રહ્માજી અને મા અંબે ના પાવનધામ પાવન ધરા ઉપર સર્કિટહાઉસ ખાતે સાંજે 5:00 કલાકે ગુજરાત પત્રકાર એકતા પરિષદની તાલુકાની મીટીંગ રાખવામાં આવી હતી. 2024 નુ વર્ષ નવી સમિતિ ઓ નવરચના અને ચૂંટણી વર્ષ તરીકે પ્રદેશ પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકાના વરિષ્ઠ અને યુવા પત્રકારો પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રીક મીડિયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ પ્રદેશના મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા ઝોન પ્રભારી મનોજભાઈ રાવલ ની મુખ્ય ઉપસ્થિતિ માં સાબરકાંઠા જિલ્લાના કાર્યકારી પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલ ની આગેવાની માં સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકાર એકતા પરિષદ ની કાર્યશૈલી પ્રમાણે સર્વે પત્રકાર મિત્રોની હાજરીમાં સર્વ સંમતિ થી. તાલુકા પત્રકારો ની નવીન સમિતિ નું નિર્માણ કરવામાં આવ્યું
સંગઠનના નવીનીકરણ ની દરખાસ્ત કરતા સર્વાનુમતે યુવા પત્રકાર શ્રી બીપીનભાઈ જોષી ને બિનહરીફ બહુમતી થી ખેડબ્રહ્મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.યુવા પત્રકાર શ્રી બીપીનભાઈ જોષીને ખેડબ્રહ્મા તાલુકા "પ્રમુખ "તરીકે સર્વાનુંમતે બિનહરીફ જાહેર કર્યા તેમજ ઉપપ્રમુખ તરીકે ચંદુભાઈ પ્રજાપતિ અને હસમુખભાઈ પંચાલ, મહામંત્રી તરીકે મનોજભાઈ રાવલ અને રાજુભાઈ પટેલ ,સહમંત્રી જયેશભાઈ ઠાકોર તેમજ શૈલેષભાઈ પટેલ ,ખજાનચી શંભુભાઈ સોની આ પ્રસંગે અરવિંદભાઈ ઠક્કર તેમજ તાલુકાના પત્રકાર મિત્રો ની હાજરી હતી. કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો અને સર્વે પત્રકાર મિત્રોએ ભોજન સાથે લઈ કાર્યક્રમનું સમાપન કર્યું હતું
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.