અતિ મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા માં જૂનાગઢ જેલર ના વાળા એ પુત્રરત્ન નો જન્મદિવસ ઉજવ્યો - At This Time

અતિ મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા માં જૂનાગઢ જેલર ના વાળા એ પુત્રરત્ન નો જન્મદિવસ ઉજવ્યો


મેંદરડા માનવસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદરડા ખાતે વંથલી રોડ પર ગંગેડી પાસે કાર્યરત છે આ સંસ્થામાં અતિગંભીર દિવ્યાંકતા ધરાવતા ૨૧ જેટલા દિવ્યાંગ બાળકો આશરો લઈ રહેલ છે આ એવા બાળકો છે જેને પોતાની દૈનિક ક્રિયાઓ જેવી કે ભોજન સંડાશ પેશાબ વગેરે ક્રિયાઓ ભાન નથી આ બધી ક્રિયા માટે તેણે બીજા પાસે સહારો લેવો પડે છે 

અહીં વસતા દિવ્યાંગોના વાલી પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી વર્તમાન સમયમા લોકોના દાન ભેટ અને પ્રેમ ઉપર સંચાલિત આ સંસ્થા ચાલી રહી છે જૂનાગઢના જેલર વાળા એ સમાજને એક નવો જ રાહ સિંધી અને નવો ચીલો ચાતરીને સમાજને એક સાદી પ્રેરણા આપે છે માણસો જન્મદિવસ અથવા એનિવર્સરી માં ઘણો બધો ખર્ચો કરતા હોય છે ત્યારે જૂનાગઢ જેલર વાળા એ પોતાના પુત્રરત્ન દિગુભા વાળા ના જન્મદિવસે દર વર્ષે આ સંસ્થામાં આવી ને દિવ્યાંગ બાળકોને કપડાં અલ્પહાર ભોજન કરવી એ બાળકો સાથે સમય પસાર કરે છે આ રીતે પોતાના પુત્રનો જન્મદિવસ પ્રેરક ઉજવણી કરી હતી  સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી આ સંસ્થાનું ખૂબ વ્યવસ્થિત સંચાલન કરે છે સંસ્થામાં દરેક બાળકની સુંદર લાલન પાલન રમત ગમત બધી જ જગ્યાએ સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી પ્રાકૃતિક નયન રમ્ય પ્રકૃતિમય વાતાવરણમાં બાળકો પણ આહલાદકતા અનુભવે છે કૌશિકભાઈ ની આ કામગીરીને વાળા એ હૃદય પૂર્વક બિરદાવે છે આ તકે સંસ્થાના સંચાલ કૌશિકભાઇ જોશી એ વાળા સાહેબ નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.