ભરતભાઇ કાકડીયા એ અનેક વિધ પરમાર્થ ના પ્રેરક કાર્યો કરી ઉજવ્યો અનોખો જન્મદિવસ
સુરત મૂળ સૌરાષ્ટ્ર ના સુરત સ્થાયી ભરતભાઇ જેરામભાઈ કાકડીયા એ પોતા ના જન્મદિવસ નિમિત્તે પિતા વિહોણી દિકરીઓ દત્તક લઈ સમાજ ને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે સાંપ્રત સમય માં સદનસીબે સારા વિચારો એ ઈશ્વર ની દેન છે અને સદવિચાર ને તુરંત ક્રિયાશીલ બનાવવા એ ઈશ્વર નો સીધો ઈશારો છે બીજા ને ઉપીયોગી થવા ના ઉમદા અભિગમ સાથે ભરતભાઈ કાકડીયા એ પોતા નો જન્મ દિવસ ઉજવણી મોંઘી હોટલ રિસોર્ટ માં સેલિબ્રેશન કરી શકે પણ પોતા ના જન્મદિવસ થી બીજા ના દીવો કેમ પ્રગટાવી શકાય એક જરૂરિયાત મંદ પરિવાર ની મુશ્કેલી દૂર કેમ કરી શકાય તો મારો અને જરૂરિયાતમંદ પરિવાર નો અંતરઆત્મા રાજી થાય તોજ ઈશ્વર રાજી થશે તેવા સુંદર વિચારો ધરાવતા ભરતભાઇ કાકડીયા એ પોતા ના જન્મદિને એક નિઃસહાય નિરાધાર પરીવાર ને રૂ. ૫૧૦૦ ની રાશનકીટ અર્પણ કરી તેજ પરીવાર ની પિતા વિહોણી બે દિકરી ઓ ક્રિષ્ના અને કાવ્યા દત્તક લીધી બંને દીકરી ઓના અભ્યાસ ની સંપુર્ણ જવાબદારી સ્વીકારી સુરત ની સામાજિક સંસ્થાન જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્ય ભરતભાઈ કાકડીયા ઉઠાવશે પોતા ના જન્મદીને સુરત ની પર્યાવરણ પ્રકૃતિ ની જાળવણી કરતી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ને રૂ.૧૧૦૦૦ નું તેમજ દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને રૂ.૨૧૦૦ નું દાન આપી ઉત્તમોત્તમ ઉદારણ પૂરું પાડ્યું હતું પોતા ના જન્મદિન ની આવી પ્રેરક ઉજવણી બદલ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ દ્વારા સરાહના વ્યક્ત કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.