જેસર તાલુકાના કોટામોઈ ગામે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ - At This Time

જેસર તાલુકાના કોટામોઈ ગામે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ


જેસર તાલુકાના કોટામોઈ ગામે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

પ્રાકૃતિક કૃષિના ફાયદા અને એમના જુદા જુદા આયામો તેમજ પ્રાકૃતિક ખેત પેદાશની માર્કેટિંગ વિશે માહિતી આપવામાં આવી
------
ભાવનગર જિલ્લામા પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત જેસર તાલુકાના કોટામોઈ ગામે પ્રાકૃતિક ખેડૂત ગણપતભાઈ કથીરિયા ને ત્યાં પ્રાકૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી જેમાં જેસર તાલુકાના નોડલ અધિકારી એમ.બી. વાઘમશી, જેસર તાલુકાના લાઇઝન અધિકારી એમ.ટી.ખાનચિયા અને ક્લસ્ટર અધિકારી અજીતસિંહ ગોહિલ (આત્મા ) તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો, કોટામોઈ ગામના ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક કૃષિના ફાયદા તેમજ પ્રાકૃતિક કૃષિ ના વિવિધ આયામો વિશે માહિતી આપવામાં આવી હતી.

જેમા નોડલ અધિકારી એમ. બી. વાઘમશી દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિના સિદ્ધાંતો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, અચ્છાદન, વાપસા અને મિશ્રપાક પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જેસર તાલુકાના લાઇઝન અધિકારી એમ.ટી.ખાનચિયા દ્વારા જુદા જુદા પ્રાકૃતિક ખેતીના વિવિધ અસ્ત્રો જેવા કે નિમાસ્ત્ર, બ્રમાસ્ત્ર, અગ્નિસત્ર અને દશપર્ણી આર્ક વિશે માહિતી આપી ત્યાબાદ હાજર રહેલ ક્લસ્ટર અધિકારી અજીતસિંહ ગોહિલ દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશનું માર્કેટિંગ, પેકેજીંગ ન અને સોશિયલ મીડિયા દ્વારા માર્કેટિંગની વિશેષ માહિતી આપવામા આવી હતી.

તાલીમ ને અંતે ખેડૂતને મુંજવતા પ્રશ્નોના નિરાકરણ સાથે પ્રાકૃતિક ખેડૂત ગણપતભાઈ કથીરિયા દ્વારા આભાર વિધી કરી તાલીમ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.