મહીસાગરના લુણાવાડામાં અંગ્રેજ સરકાર વખતે ચાલતી રેલવે ફરી ક્યારે શરૂ થશે ખરી?
મહીસાગર જિલ્લાના લુણાવાડા બ્રિટિશ શાસનના કાળમા ઈ.સ.1912મા ગોધરા લુણાવાડા નેરોગેજ પશ્વિમરેલ્વે દ્વારા શરૂ થઈ હતી.જેનો કોડ નં.LNV હતો. અત્યારે પણ રેલ્વે સ્ટેશન ખંડેર હાલાતમા જોઇ શકાય છે.હાલત દ્વારા જે અત્યારે પણ ઈન્ટરનેટ પર જોવા મળે છે. જ્યારે ગોધરા લુણાવાડા ચાલતી આ રેલ્વેની સુવિધાથી વેપાર રોજગાર સારો ચાલતો હતો.પરતુ લગભગ ઈ.સ1973/74 ના વર્ષથી કયા કારણોસર કે પછી ક્યા નિયમનુસાર આ રેલ સેવા બંધ કરવામા આવી તે જાણી શકાતુ નથી. નવાઈની વાતતો એછેકે મહીસાગર જિલ્લાના કેટલાય લોકોએ ટ્રેનની મુસાફરીનીતો વાત બાજુમાં પણ ટ્રેનના દર્શન પણ કર્યા નથી.
ત્યારે આ વાત એટલા માટે કરવામા આવે કે ગુલામીમા ચાલતી રેલ સેવા દેશની આઝાદી વખતે અને હવે બુલેટ ટ્રેનના જમાનામા આ મહીસાગરમા રેલ સેવાની ખૂબજ આવશ્યકતા છે.
કેટલી સરકારો આવી અને ગઈ કેટલાય નેતાઓ. સંસદસભ્યો. ધારાસભ્યોને આ રેલ્વે ની સમસ્યા દેખાઈ નહી.આ મહીસાગર જિલ્લાની કમ નસીબી કે કામની નબળાઈ ??
હા પૂર્વ સાંસદ રતનસિહ રાઠોડે રેલ્વે મંત્રી ને લેખિત મા જણાવ્યુ હતુ.
ફરીથી જો આ રેલસેવા શરૂ કરવામા આવે તો અરવલ્લી. ખેડા. દાહોદ.ગોધરા .રાજસ્થાન. મધ્યપ્રદેશ ને જોડતો રેલ્વે થી જોડાયતો વેપાર.ઉધ્યોગ.ધંધા રોજગારની ઘણી તકો ઊભી થઈ શકે તેમ છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.