'યશ ચોપરાએ લગ્ન ન કરવાની સલાહ આપી હતી':સોનમ ખાને કહ્યું, 'તેમને ચેતવણી આપી હતી, આખરે 25 વર્ષ પછી છૂટાછેડા થયા' - At This Time

‘યશ ચોપરાએ લગ્ન ન કરવાની સલાહ આપી હતી’:સોનમ ખાને કહ્યું, ‘તેમને ચેતવણી આપી હતી, આખરે 25 વર્ષ પછી છૂટાછેડા થયા’


સોનમ ખાને પોતાના કરિયરની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ 'વિજય'થી કરી હતી. 1988માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની સાથે રિશી કપૂર પણ જોવા મળ્યા હતા. સોનમ 1988 થી 1994 સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ હતી. આ પછી તેમણે એક્ટિંગ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. તે 18 વર્ષની ઉંમરે ડિરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કરવા માગતી હતી. જોકે, યશ ચોપરા તેમના નિર્ણય સાથે બિલકુલ સહમત ન હતા. તેમણે સોનમને નાની ઉંમરમાં લગ્ન કરવાની ના પણ પાડી હતી. તેમણે કહ્યું કે સોનમે લગ્ન માટે પોતાની કરિયર દાવ પર ન લગાવવી જોઈએ. જોકે સોનમે તેની વાત સાંભળી ન હતી. યશ ચોપરાએ લગ્ન કરવાની ના પાડી હતી
સોનમે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, લગ્ન પહેલાં મને સલમાન ખાન સાથે ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. યશ ચોપરાએ પણ મને 'આયના' ફિલ્મની ઓફર કરી હતી, જે બાદ અમૃતા સિંહે આ ફિલ્મમાં કામ કર્યું હતું. જ્યારે મેં યશ ચોપરાને કહ્યું કે હું આ ફિલ્મ નહીં કરી શકું તો તેમણે કહ્યું- લગ્ન ન કરો, તમે આમ કરીને ભૂલ કરી રહ્યા છો.જોકે મેં તેમની વાત સાંભળી ન હતી. 21 વર્ષની ઉંમરે માતા બની હતી
સોનમે જણાવ્યું કે તેણે 17 વર્ષની ઉંમરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. 8 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને 21 વર્ષની ઉંમરે પહેલા બાળકને જન્મ આપ્યો હતો. સોનમે કહ્યું, લગ્નના કારણે કોઈએ કામ કરવાનું બંધ ન કરવું જોઈએ
સોનમે એ વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે શું તેમને તેમની કરિયર નાની ઉંમરે છોડી દેવાનો અફસોસ છે કે નહીં. તેમણે કહ્યું- હા, અફસોસ હતો. કોઈ પણ સ્ત્રીએ કામ છોડવું જોઈએ નહીં, પછી ભલે તે ગમે તે હોય. જો તે અબજોપતિ સાથે લગ્ન કરતી હોય તો પણ સ્ત્રીએ કામ કરવાનું બંધ ન કરવું જોઈએ. સોનમે 1991માં રાજીવ રાય સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ બાદ બંને પુત્ર ગૌરવના માતા-પિતા બન્યા હતા. જો કે, તેમના લગ્ન 25 વર્ષ પછી તૂટી ગયા. સોનમ હવે બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.